નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. બુધવારે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે સંખ્યા વધીને 2012 થઈ ગઈ છે. તેમાંથી અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે જ્યારે 167 લોકો સાજા થઈ ગયા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 23 નવા કેસ સામે આવ્યા ત્યાર બાદ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 335 સુધી પહોંચી ગઈ છે. આ તમામ આંકડા સત્તાવાર વેબસાઈટ www.covid19india.org પર આપવામાં આવ્યા છે.


કેરળમાં સંક્રમિત લોકોની સંખ્યા 265 થઈ ગઈ છે. તમિલનાડુમાં ગઈકાલે 55 નવા કેસ આવ્યા હતા જ્યાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 234 થઈ છે. તેમાંથી 50 એ છે જેમણે દિલ્હીના નિજામુદ્દીન મરકજ સમ્મેલનમાં ભાગ લીધો હતો. જ્યારે આંધ્ર પ્રદેશમાં આજે એક જ દિવસમાં 43 નવા કેસ સામે આવ્યા છે. આંધ્રમાં કુલ કેસની સંખ્યા 87 થઈ ગઈ છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હીમાં 121, કર્ણાટકમાં 101, યૂપીમાં 104, રાજસ્થાનમાં 93, તેલંગાણામાં 92, ગુજરાતમાં 82, એમપીમાં 86, જમ્મુ અને કાશ્મીરમાં 55, હરિયાણામાં 43, પંજાબમાં 41, પશ્ચિમ બંગાળમાં 27, બિહારમાં 23, ચંદીગઢમાં 15, લદ્દાખમાં 13, આંદામાન નિકોબારમાં 10, છત્તીસઢમાં 9, ઉત્તરાખંડમાં 7, ગોવામાં 5, હિમાચલ પ્રદેશમાં 3, ઓડિશામાં 4, પુડુચેરીમાં 3, અસમ, ઝારખંડ, મણિપુર અને મિઝોરમમાં એક-એક લોકો કોરોનાથી સંક્રમિત છે. કોરોનાને કારણે ભારતમાં કુલ 35 લોકોના મોત થયા છે.

150 લોકો થયા રિકવર

ભારતમાં કોરોના સામનો કરીને કુલ 150 લોકો રિકવર થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં 39, કેરળમાં 24, તમિલનાડુમાં 6, દિલ્હીમાં 6, યૂપીમાં 17, કર્ણાટકમાં 8, રાજસ્થાનમાં 3, તેલંગાણામાં 14, આંધ્ર પ્રદેશમાં 1, ગુજરાતમાં 5, જમ્મુ અને કાશ્મીરમાં 1, હરિયાણામાં 17, પંજાબમાં 1, લદ્દાખમાં 3, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં 2-2 અને હિમાચલ પ્રદેશમાં 1 વ્યક્તિ સારવાર બાદ રિકવર થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલ ધાર્મિક જામવડા દરમિયાન કોરોના વાયરસથી સંક્રમણ ફેલાવવાની આશંકાઓ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે, આ સમય કોઈની ભૂલ શોધવાનો નથી પરંતુ સંક્રમણને રોકવા માટે કામ કરવાનો છે.