તારા એકલી જ નહીં પરંતુ પોતાની બહેન પિયા સુતારિયાની સાથે સામાન ખરીદવા માટે ઘરની બહાર નીકળી હતી.
મહત્વની વાત છે કે, સેલેબ્સની જોઈને લોકોની ભીડ ભેગી થઈ જાય છે જ્યારે આ વખતે નજારો કંઈક અલગ જ જોવા મળ્યો હતો.
આ વખતે કેમેરની સામે ફક્ત બન્ને બહેન જ જોવા મળી હતી અને તેની આસપાસ ચાહકો પણ જવાનું ટાળી રહ્યાં હતાં. સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, બહાર શહેરમાં કેવો સન્નાટો ફેલાયેલો છે. તારાએ ગયા વર્ષે જ ફિલ્મ સ્ટુડેન્ટ ઓફ ધ યર-2માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
ત્યાર બાદ તારા મરજાવામાં જોવા મળી હતી. જેમાં રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં હતાં. આદર જૈનની સાથે તારાનું અફેર હોવાની પણ ચર્ચા છે.
બહેન પિયાની સાથે તારાનું સારું બોન્ડિંગ છે અને તેની સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ અનેક તસવીરો પોસ્ટ કરેલી છે.