Coronavirus: માનુષી છિલ્લરે ગરીબોને રાશનની સાથે ફ્રીમાં સેનેટરી પેડ આપવાની કરી માંગ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Apr 2020 12:01 PM (IST)
દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 24,506 પર પહોંચી છે. 775 લોકોના મોત થયા છે, જ્યારે 5062 લોકો સાજા થઈ ગયા છે.
મુંબઈઃ દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. કોરોનાના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનથી ગરીબોને સૌથી વધારે અસર થઈ છે. પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે રાજ્ય સરકારોને રાશનની સાથે સેનેટરી પેડ આપવાનો પણ આગ્રહ કર્યો છે. માનુષીએ કોવિડ-19 સંકટ વચ્ચે જરૂરી વસ્તુઓમાં સેનેટરી પેડને સામેલ કરવાના સરકારને ફેંસલાની પ્રશંસા કરી હતી. માનુષીએ કહ્યું, કોવિડ સંકટ દરમિયાન ભારત સરકાર દ્વારા સેનેટરી પેડને જરૂરી વસ્તુના રૂપમાં સામેલ કરવામાં આવી તે બદલ હું આભારી છું. જોકે, આપણે એ વાતનું ધ્યાન આપવું જોઈએ મહિલાઓ, ખાસ કરીને આર્થિક રીતે નબળી મહિલાઓને ફ્રીમાં પેડ આપવા જોઈએ. હું વિવિધ રાજ્ય સરકારોને આગ્રહ કરું છું કે તેઓ દૈનિક રાશનની સાથે વંચિતોને સેનેટરી પેડ આપવાની કૃપા કરે. માનુષી આ વર્ષના અંતે અક્ષય કુમાર સાથે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ પૃથ્વીરાજથી બોલિવૂડમાં પ્રવેશ કરવા તૈયાર છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 24,506 પર પહોંચી છે. 775 લોકોના મોત થયા છે, જ્યારે 5062 લોકો સાજા થઈ ગયા છે.