સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 24,506 પર પહોંચી છે. 775 લોકોના મોત થયા છે, જ્યારે 5062 લોકો સાજા થઈ ગયા છે. હાલ 18,668 એક્ટિવ કેસ છે.
ક્યા રાજ્યમાં કેટલા કેસ
ભારતમાં કોરોના સંક્રમિતોની સૌથી વધારે સંખ્યા મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 6812 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. જેમાંથી 840 લોકો સ્વસ્થ થઈ ગયા છે. ગુજરાતમાં 2815, દિલ્હીમાં 2514, રાજસ્થાનમાં 2034, મધ્યપ્રદેશમાં 1852, તમિલનાડુમાં 1755, ઉત્તરપ્રદેશમાં 1621, આંધ્રપ્રદેશમાં 955, તેલંગાણામાં 984 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે અંદામાન નિકોબારમાં 27, અરૂણાચલ પ્રદેશમાં 1, આસામમાં 36, બિહારમાં 223, ચંદીગઢમાં 27, છત્તીસગઢમાં 36, ગોવામાં 7, હરિયાણામાં 272, હિમાચલ પ્રદેશમાં 40, જમ્મુ-કાશ્મીરમાં 454, ઝારખંડમાં 57, કર્ણાટકમાં 474, કેરળમાં 450, લદ્દાખમાં 20, મણિપુરમાં 2, મેઘાલયરમાં 12, મિઝોરમમાં 1, ઓડિશામાં 94, પુડ્ડુચેરીમાં 7, પંજાબમાં 298, ત્રિપુરામાં 2, ઉત્તરાખંડમાં 48, પશ્ચિમ બંગાળમાં 571 કેસ નોંધાયા છે.
કયા રાજ્યમાં કેટલા મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં 301, ગુજરાતમાં 127, મધ્ય પ્રદેશમાં 92, દિલ્હીમાં 53, તમિલનાડુમાં 22, તેલંગાણામાં 26, આંધ્રપ્રદેશમાં 29, કર્ણાટકમાં 18, ઉત્તર પ્રદેશમાં 25, પંજાબમાં 17, પશ્ચિમ બંગાળમાં 18, રાજસ્થાનમાં 27, જમ્મુ-કાશ્મીરમાં 5, હરિયાણામાં 3, કેરળમાં 3, ઝારખંડમાં 3, બિહારમાં 2, આસામ, હિમાચલ પ્રદેશ, મેઘાલય અને ઓડિશામાં એક-એક લોકોના મોત થયા છે.