કરાચીઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં પણ આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા હવે 956 પર પહોંચી ચુકી છે. કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને પણ ટ્વિટ કર્યુ છે. જે હાલ વાયરલ થઈ રહ્યું છે.

માહિરા ખાને ટ્વિટ કરીને લખ્યું, જો તમે ભણેલા-ગણેલા છો તો કામ વગર એક મહિનો પસાર કરી શકો છો. જો કોઈ સત્તા કે વિશેષાધિકારની સ્થિતિમાં છો તો આ લડાઈ અન્ય કોઈ કરતાં વધારે તમારી છે. જે લોકો સમજવાની સ્થિતિમાં નથી તેમને જાગૃત કરવા જોઈએ અને તેમની જિદંગી સરળ બનાવવી જોઈએ.

માહિરા ખાને પાકિસ્તાનમાં એક્ટ્રેસ તરીકે દમદાર ઓળખ બનાવી છે. ઉપરાંત ભારતમાં પણ ફિલ્મ રઇસ દ્વારા ધમાલ મચાવી હતી. કોરોના વાયરસના કારણે પાકિસ્તાનના  પ્રધાનમંત્રી ઇમરાન ખાને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ગરીબોની મદદ માટે અબજો રૂપિયાના પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી છે.

માહિરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના વિચારોને પણ અવારનવાર કોઈપણ જાતના સંકોચ વગર રજૂ કરે છે.