માહિતી પ્રમાણે, 16 ફેબ્રુઆરી, 2018નાં શિમલાનાં મહિલા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ પ્રાથમિક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. FIRમાં જિતેન્દ્રની કાકાની દીકરીએ આરોપ લગાવ્યો હતો કે 47 વર્ષ પહેલાં શિમલામાં એક હોટલમાં તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. જિતેન્દ્રએ હાઇકોર્ટ સમક્ષ અજી કરી FIR રદ કરવા મદદ માંગી હતી.
જિતેન્દ્રની દલીલ છે કે, આ આખો મામલો બ્લેકમેલ કરવાનાં ઇરાદે જ દાખલ કરવામાં આવ્યો છે. 47 વર્ષ બાદ દાખલ કેસમાં મોડું પડવાનાં કારણો પર પણ કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. જિતેન્દ્રએ કહ્યું કે, FIRમાં શિમલામાં ફિલ્મની શૂટિંગનાં નામે હોટલનો ઉલ્લેખ પણ નથી. બે સહ એક્ટરનાં નામનો પણ ઉલ્લેખ નથી. આ આરોપો ખોટા છે. કોર્ટે આ દલિલ બાદ પ્રાર્થીની દલીલોને ન્યાય સંગત જાણીને આ નિર્ણય લીધો છે.