નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે. પરંતુ પરિણામ પહેલા જ સત્તાપક્ષ અને વિપક્ષમાં બેઠકોનો દર શરું થઈ ગઈ છે. વિપક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની આગેવાનીમાં બેઠક કરી. જ્યારે વડાપ્રધાન મોદીએ પણ પોતાના કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક કરી. બાદમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે એનડીએના નેતાઓને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું.

એનડીએની ડિનર પાર્ટીમાં પીએમ મોદીનું શાનદાર સન્માન કરવામાં આવ્યું. આ પાર્ટીમાં એનડીએના 36 પક્ષના નેતાઓ સામેલ થયા હતા. આ દરમિયાન પીએમ મોદીના નેતૃત્વની પ્રસંશામાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે એનડીએ પહેલા કરતા વધુ મજબૂત બન્યું છે.


ડિનર પાર્ટીનું આયોજન દિલ્હી સ્થિત અશોકા હોટલમાં રાખવામાં આવ્યું હતું. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને બિહારના નીતિશ કુમાર દિલ્હીની અશોક હોટલ પહોંચ્યા હતા. એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. 23મી મેના રોજ જાહેર થનારા પરિણામને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં મુખ્ય ચર્ચા કરવામાં આયોજન કર્યું હતું.