મુંબઈ: દુનિયાભરમાં ફેલાયેલી કોરોના વાયરસથી મહામારીને કારણે સમગ્ર વિશ્વ ચિંતામાં છે. તેની સામે લડવા માટે દુનિયાના તમામ દેશ એક બીજાને મદદ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે જાણીતા ચહેરા પણ પોતાની ક્ષમતા અનુસાર લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે.

કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે હવે શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા ગ્લોબલ ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેનું આયોજન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં તેની સાથે લેડી ગાગા પણ જોવા મળશે. આ ઈવેન્ટમાં શાહરૂખ ખાન પ્રિયંકા ચોપરા સાથે એલ્ટન જોન અને લેડી ગાગા જેવા ઈન્ટરનેશનલ સ્ટાર્સ પણ ભાગ લેશે. રિપોર્ટ્ મુજબ, આ ઈવેન્ટ 18 એપ્રિલે પ્રસારિત કરવામાં આવશે અને આ ઈવેન્ટ દ્વારા જે પણ રકમ ભેગી થશે તેને કોરોના વાયરસ સામેના જંગમાં ઉપયોગમાં લેવામાં આવશે.



આ ઈવેન્ટની જાણકારી આપતા પ્રિયંકા ચોપરાએ ટ્વિટ કરી જણાવ્યું કે કોરોના સામે લડવા તે આની સાથે જોડાઈ છે. આ કાર્યક્રમનો હેતુ લોકોને સંદેશ આપવાનો છે કે પોતાના ઘમાં રહીને પણ દુનિયા એક સાથે ઉભી રહી શકે છે. તેણે લખ્યું, 18 એપ્રિલે એક દુનિયા- ટૂગૈધર એટ હોમ કાર્યક્રમનું આયોજન થશે. જેને સમગ્ર વિશ્વમાં પ્રદર્શિત કરવામાં આવશે અને જે ફંડ મળશે તેને કોવિડ19 સામે લડવા માટે ઉપયોગ કરવામાં આવશે.