નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર રોક લગાવવા માટે WhatsAppએ કડક પગલા લીધા છે. WhatsApp હવે એક ચેટમાં ફ્રિક્વેન્ટલી મોકલાવામાં આવતા મેસેજને સમિતિ કરી રહ્યું છે. હાલ વોટ્સએપ એક સાથે પાંચ સુધી મેસેજ મોકલવાનું ઓપ્શન આપે છે. વોટ્સેપ આ ફીચર પર કામ કરી રહ્યું છે. જેમાં યૂઝર્સ ફોર્વડ કરેલા મેસેજને વિરફાય કરી શકશે .


WhatsApp ફોરવર્ડ મેસેજીસ માટે નવુ ફિચર્સ લઈને આવી રહ્યું છે, જેનાથી ફેક ન્યૂઝ પર રોક લગાવી શકાશે. નવા અપડેટ પ્રમાણે યૂઝર્સ હવે માત્ર એક યૂઝરને મેસેજ ફોરવર્ડ કરી શકશે. વારંવાર મોકલેલા મેસેજ વોટ્સએપ પર ડબલ ટિક સાથે ઈન્ડિકેટ કરેલા હશે. આ પહેલા યૂઝર એક મેસેજને એક સાથે પાંચ લોકોને મોકલી શકતો હતો. વોટ્સએપ અનુસાર, આ ફિચરથી ફિક્વેન્ટલી મેસેજ મોકલનારા લોકોમાં 25 ટકા ઘટાડો આવશે.

આ ફિચર હાલમાં વોટ્સએપના બીટા વર્ઝન એન્ડ્રાઈડ અને iOS પર ઉપલબ્ધ છે અને યૂઝર્સ તેનો જલ્દીજ ઉપયોગ કરી શકશે.