મુંબઈઃ હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે બોલિવૂડ એક્ટ્રેસ અને ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા કોરોના પોઝિટિવ છે. મલાઇકાએ આ વાતની જાણકારી ખુદ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, 'Malaika Arora COVID-19 Positive'. સાથે જ મલાઈકાએ કહ્યું હતું કે, તે કોરોના વાયરસ અંતર્ગત સેલ્ફ કોરેન્ટાઈન છે.

હવે એવામાં મલાઇકા અરોરાની વધુ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલમાં જ મલાઇકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે - ‘કોઈ રસી બનાવી દો ભાઈ, નહીં જોવાની નીકળી જશે.’ હવે મલાઇકાની આ પોસ્ટથી અંદાજ લગાવી શકાય કે મલાઇકા સેલ્ફ આઇસોલેશનથી ખૂબ જ પરેશાન થઈ ગઈ છે. જોકે મલાઇકાએ આ પોસ્ટ ખૂબ જ મજાકીયા અંદાજમાં લખી છે.


તમને જણાવીએ કે, મલાઇકા અરોરા પહેલા અર્જુન કપૂરને કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ આવ્યા હતા. અર્જુને પણ ખુદ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે પોઝિટિવ હોવાની વાત કહી હતી. અર્જુને પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું, ‘હું સારું ફીલ કરું છું, કેટલાક સામાન્ય લક્ષણ છે. ડોક્ટરના કહેવા પર ખુદને હોમ કોરેન્ટાઈન કર્યો છે. સપોર્ટ કરવા માટે પહેલાથી જ હું તમારો બધાનો આભાર વ્યક્ત કરી રહ્યો છું. હું મારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ જાણકારી તમારી સાથે શેર કરતો રહીશ. મને પુરો વિશ્વાસ છે કે આ વાયરસથી જીત મેળવીશું.’