ચંડીગઢઃ પંજાબના મોહાલીની એક કોર્ટે શનિવારે પૂર્વ ડીજીપી સુમેધ સિંહ સૈની વિરુદ્ધ 1991ના બલવંત સિંહ મુલ્તાની લાપતા કેસમાં અરેસ્ટ વૉરંટ જાહેર કર્યો છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે મંગળવારે કેસના સંબંધમાં સુમેધ સિંહ સૈનીના આગોતરા જામીન ફગાવી દીધી હતી.
મામલા સંબંધી બીજી અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં એફઆઇઆરને રદ્દ કરવા અને તપાસ સીબીઆઇને સોંપવાની માંગ કરવામાં આવી હતી. જેના કોર્ટે ફગાવી દીધી હતી. પંજાબ પોલીસને કોર્ટે 25 સપ્ટેમ્બર સુધી સુમેધ સિંહ સૈનીને રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
મેમાં સુમેધ સિંહ સૈની પર 1991માં બલવંત મુલ્તાનીના લાપતા થવા સંબંધિત આરોપો લગાવવામાં આવ્યા હતા. જે ચંડીગઢ ઔદ્યોગિક અને પર્ટન નિગમમાં જૂનિયર એન્જિનીયર હતો. સુમેધ સિંહ સૈનીની ધરપકડ કરવા માટે ખાસ ટીમ અલગ અલગ દરોડા પાડી રહી છે. સુમેધ સિંહ સૈનીને પકડવા માટે પોલીસ છ અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી છે.
દેશમાં સૌથી ઓછી ઉંમરમાં ડીજીપી બનનારા સુમેધ સિંહ સૈની આજે તેમની પોલીસ ફોર્સથી સંતાઇ રહ્યાં છે. સુમેધ સિંહ સૈની ત્રણ વર્ષ સુધી પંજાબના ડીજીપી બનીને સર્વેસર્વા રહ્યાં હતા, ખરેખરમાં આઇપીએલ અધિકારીના પુત્ર બલવંત સિંહ મુલ્તાનીના અપહરણ અને મર્ડર કેસમાં ફસાયા છે, આ માટે સુમેધ સિંહ સૈનીએ શુક્રવારે હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન લેવા માટે પહોંચ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી અને અરજીના કાગળો પુરેપુરા ના હોવાના કારણે અરજીને ડિફેક્ટ લિસ્મમાં નાંખી દીધી હતી.
ખાસ વાત છે કે, 1982 બેન્ચના આઇપીએસ અધિકારી સુમેધ સિંહ સૈનીએ 15 માર્ચ, 2012માં પંજાબ પોલીસના ડીજીપી તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો હતો. વળી બીજી બાજુ કેટલાક લોકો તેમને આતંકવાદ અને ભ્રષ્ટાચાર વિરોધી કામ કરનારા અધિકારી તરીકે ઓળખતા હતા. વર્ષ 1980થી 1990ની વચ્ચે રાજ્યના છ જિલ્લાના એસએસપી રહી ચૂક્યા છે. સુમેધ સિંહ સૈની કાર્યકાળ દરમિયાન તેમની વિરુદ્ધ માત્ર બે કેસ જ નોંધાયા છે.
પંજાબના આ પોલીસ વડા બની ગયા મૉસ્ટ વૉન્ટેડ, પકડવા માટે પોલીસે બનાવી છ ટીમ, જાણો શું છે કેસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Sep 2020 11:41 AM (IST)
મેમાં સુમેધ સિંહ સૈની પર 1991માં બલવંત મુલ્તાનીના લાપતા થવા સંબંધિત આરોપો લગાવવામાં આવ્યા હતા. જે ચંડીગઢ ઔદ્યોગિક અને પર્ટન નિગમમાં જૂનિયર એન્જિનીયર હતો. સુમેધ સિંહ સૈનીની ધરપકડ કરવા માટે ખાસ ટીમ અલગ અલગ દરોડા પાડી રહી છે. સુમેધ સિંહ સૈનીને પકડવા માટે પોલીસ છ અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -