‘ભલ્લાલદેવ’થી લઈને સૈફ અલીખાન સુધી બિપાશાના રહ્યા છે 6 અફેર, કરનની છે બીજી પત્ની
ફિલ્મ‘જિસ્મ’દરમિયાન જૉન અબ્રાહમ અને બિપાશાના રિલેશનની ખબરો પણ સામે આવી હતી. બિપાશા અને જૉન પણ કેટલાક વર્ષ સુધી લિવ ઈન રિલેશનમાં રહ્યા હતા.
જો કે, 2011માં અચાનક બોલીવુડના આ હોટ કપલના બ્રેક અપની ખબરો આવી હતી. તેના બાદ જૉન અને બિપાશા એક સાથે ક્યારે કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નથી. બિપાશા અને જૉન બન્નેએ બ્રેકઅપનું કોઈ કારણ જણાવ્યું નથી.
વર્ષ 2011માં આવેલી ફિલ્મ‘દમ મારો દમ’દરમ્યાન બિપાશા અને બાહુબલી ફિલ્મના ભલ્લાલદેવ રાણા દગ્ગુબતી સાથે પણ રિલેશનની ખબરોએ ચર્ચા જગાવી હતી, પણ બન્નેમાંથી કોઈએ સ્વીકાર કર્યો નથી અને એક બીજાને ડેટ કરી રહ્યા હતા. તે વખતે બન્ને અનેક પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા.
જાણીતા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે લિપ લોક કરતી બિપાશાની તસવીરો સામે આવી હતી જેના બાદ અફેરની ચર્ચાઓ થવા લાગી હતી. કહેવામાં આવે છે કે આ તસવીરો તે સમયની છે જ્યારે બિપાશા અને રોનાલ્ડો બી.બી.સી નાઈટ ક્લબથી બહાર આવ્યા હતા. જો કે અફેયરની ખબરો પર બિપાશાએ ક્યારે પણ કંઈ કહ્યું નથી.
ફિલ્મ‘રેસ’ની શૂટિંગ દરમ્યાન બિપાશા અને સૈફ અલીખાનની નજદીકીના કારણે બોલિવુડમાં ચર્ચાઓ થવા લાગી હતી પરંતુ તે વખતે સૈફ કરીના કપૂર સાથે રિલેશનમાં હતા અને બિપાશા જોન સાથે લિવ ઈનમાં હતા.
બંગાળી બ્યૂટી બિપાશા બસુ આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. આમ તો બિપાશા પોતાના ફિલ્મી કરિયર દરમિયાન સૌથી વધુ ચર્ચામાં પોતાના રિલેશન અને અફેર્સને લઈને રહી છે. કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન પહેલા બિપાસાનું નામ બોલીવુડના પાંચ અભિનેતા સાથે પણ જોડાઈ ચુક્યું છે. તેની સાથે દુનિયાના જાણીતા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ જોડાય ચુક્યું છે.
જણાવી દઈએ કે ડીનો અને બિપાશા આ રિલેશનને લઈને એટલા બધા સીરિયસ હતા કે તેઓ લિવ ઈન રિલેશનમાં રહેવા લાગ્યા હતા પણ કેટલાક વર્ષો બાદ બ્રેકઅપ થયાની ખબરો આવી હતી.
હોરર ફિલ્મ ‘રાજ’ના કો-સ્ટાર ડીનો મોરિયા સાથે બિપાશાના રિલેશનની ખબરો પણ આવી હતી. આ ફિલ્મમાં બન્ને બચ્ચે જબરજસ્ત ઈંટીમેટ સીન ફિલ્માવવામાં આવ્યા હતા. તેની સાથે બિપાશાએ ડીનો મોરિયા સાથે એક શાનદાર ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
બોલીવુડ અભિનેતા હરમન બાવેજા સાથે પણ બિપાશાનું નામ જોડાયું હતું. એટલુંજ નહી પણ એવી પણ ખબરો સામે આવી હતી કે બન્નેએ ગુપચુપ લગ્ન પણ કરી લીધા છે. જો કે બન્નેમાંથી કોઈએ પણ આ ખબરોનું ખંડન નથી કર્યું અને ના તો સ્વીકાર કર્યો. ત્યાર બાદ બન્નેનું એકબીજાથી અંતર વધી ગયું હતું.