આ વીડિયોને ટવિટર યુઝર @ હોપકિન્સ BRFCએ તેમના અકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક ક્યૂટ બાળક ડોગીના બચ્ચા સાથે રમી રહ્યો છે. બાળક ડોગીના બચ્ચા સાથે રમતાં-રમતાં ખુશ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ વીડિયોની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.
લોકોએ આપી પ્રતિક્રિયા
આ વીડિયો પર લોકોએ જુદી જુદી પ્રતિક્રિયા આપી છે. એક યુઝર લખ્યું ‘ખૂબ જ સુંદર વીડિયો’ તો એક યુઝરે લખ્યું, ‘ડોગ્સ તમારા નજીકના મિત્રો બની શકે છે." એક યુઝરે લખ્યું, "બાળકના હાસ્યને પણ અવગણી શકાય નહીં."
વીડિયો થયો જોરદાર વાયરલ
આ વીડિયો જોરદાર રીતે વાયરલ થયો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. તો 700થી વધુ લોકોએ લાઇક કર્યો છે. 100થી વધુ લોકોએ શેર કર્યો છે.