પ્રોમોનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કરિના સરોજ ખાન સાથેના પોતાનાં અનુભવો શેર કરી રહી છે. કરિના જણાવે છે કે જ્યારે તે સરખી રીતે ડાન્સ મુવ્સ નહોતી કરી શકતી તો સરોજ ખાન એને રાતે 1 વાગ્યે ફોન કરી અને કહેતી કે, ‘એ લડકી ચલ કમર હિલા’ રાતનાં એક વાગ્યા છે, શું કરી રહી છે. આ બાદ સેટ પર કરિના અને સરોજ ખાન સાથે ડાન્સ પણ કરે છે.
સેટ પર સરોજ ખાનને જોઈ બધા લોકો ઘણા ખુશ થઈ જાય છે. શોના જજ બોક્સો અને રફ્તાર સરોજ ખાનના આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ શો એ કરિના માટે ટીવી ડેબ્યૂ શો છે.