ડાન્સર સપના ચૌધરી કરશે બોલીવૂડમાં એન્ટ્રી, જાણો કઈ ફિલ્મ જોવા મળશે
સપના ચૌધરીના લાખો ફેન્સ ખૂબ લાબા સમયથી તેના બોલીવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા હતા. બિગ બોસ બાદ સપના બોલીવૂડથી લઈને ભોજપુરી અને પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ડાન્સના જલવા બતાવી ચૂકી છે.
ફિલ્મમાં તેની સાથે કસોટી જિંદગી કી ના જુબૈન ખાન અને અંજૂ જાધવ પણ જોવા મળશે. ફિલ્મનું નિર્ણાણ શેયર હૈપ્પીનેશ ફિલ્મ્સના બેનર નીચે તૈયાર કરવામાં આવશે. ફિલ્મની શૂટિંગ એક સાથે શેડ્યૂઅલમાં પુરી કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મ 'દોસ્તી કે સાઈડ ઈફેક્ટ'ને જોયલ ડૈનિયલ અને હાદી અલી અબરાર દ્વારા નિર્દેશન કરવામાં આવશે.
આ ફિલ્મના લોન્ચિંગ માટે મુંબઈના અંધેરીમાં એક પ્રેસ કૉંફ્રેંસ ઈવેન્ટ રાખવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ સામેલ થઈ હતી.
મુંબઈ: બિગ બોસ સીઝન 11 ફેમ હરિયાણાની ડાન્સર સપના ચૌધરી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. સપના ચૌધરી ફિલ્મ 'દોસ્તી કે સાઈડ ઈફેક્ટ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત આનંદ પણ જોવા મળશે.