હાર્દિક પટેલને પોલીસ સાથે ઝરી ચકમક, હાર્દિકે બહાર આવી પોલીસને કેમ તતડાવી? જાણો વિગત
શનિવારે હાર્દિક પટેલ એસજીવીપી હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન હાર્દિકને ડીસીપી રાઠોડે ધમકી આપી હતી. અમદાવાદના ડીસીપી જયપાલસિંહ રાઠોડે હાર્દિકને ગ્રીનવુડ રિસોર્ટમાં મારી નાખવાની ધમકી આપી હતી તેવું હાર્દિકે આક્ષેપ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે આ ઘટના અંગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારા ભાઈ રવિને ગેટ પર રોકી દેવામાં આવ્યો હતો. પોલીસે તમામ દાદાગીરીની હદ વટાવી દીધી છે. ગઈ કાલે પણ મીડિયા સાથે પોલીસે અભદ્ર વર્તન કર્યું હતું.
આ દરમિયાન હાર્દિકે પોલીસ સાથે ઉગ્ર ભાષામાં વાતચીત કરતા કહ્યું હતું કે, મારા પરિવારના લોકો ગમે ત્યારે આવે અને જાય તેમને રોકવા નહીં. હાર્દિક પટેલને ગેટ પર આવેલો જોઈને પોલીકર્મીઓ પણ ખુલાસો આપી રહ્યો હોય તે રીતે એકદમ વિનમ્ર ભાષામાં વાત કરતા જોવા મળ્યા હતાં.
પાસ કન્વીનર હાર્દિક પટેલના ભાઈ રવિ પટેલને પોલીસે ગેટ પર જ રોકી દીધો હતો. આ વાત હાર્દિકના કાને પડતાં તે કારમાં બેસીને ગ્રીનવુડ રિસોર્ટના ગેટ પર પહોંચ્યો હતો.
અમદાવાદઃ સોમવારે હાર્દિક પટેલના ઉપવાસનો 17મો દિવસ છે. 17માં દિવસે હાર્દિક પટેલને મળવા માટે તેના ઘરે અનેક પાટીદારો આવી રહ્યા છે. આ દરમિયાન હાર્દિકના પરિવારજનો પણ તેને મળવા માટે ગ્રીનવુડ રિસોર્ટ ખાતે પહોંચ્યા હતા. જોકે, પોલીસે અન્ય લોકોની જેમ તેમને પણ ગેટ પર જ અટકાવી દીધા હતા. આ ઘટના સામે આવ્યા બાદ હાર્દિક પટેલ પોતે કારમાં બેસીને ઉપવાસ છાવણીમાંથી બહાર ગેટ પર આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -