✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આવી છે ઝાયરાની કશ્મીરથી બોલીવુડ સુધીની સફર, પરિવાર હતો એક્ટિંગની વિરૂદ્ધ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jan 2017 11:22 AM (IST)
1

કશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત બાદ દંગલ ગર્લ ઝાયરા વસીમની અલગતાવાદીઓએ ટીકા કરી હતી. જે પછી તેણે સોશિયલ મીડિયા પર માફી માગતી એક પોસ્ટ કરી હતી. જે પછી કેટલાક સેલિબ્રીટીઝ તેના સમર્થનમાં આવ્યા હતા. આગળ જાણો કોણ છે ઝાયરા વસીમ અને કઈ રીતે આવી બોલીવુડમાં

2

3

ઝાયરા એક સામાન્ય કુટુંબમાંથી આવે છે. તેના પિતા બેંકમાં છે અને મમ્મી શિક્ષક છે. ઝાયરાનો પરિવાર તેના અભિનય કરવાના નિર્ણયની વિરૂદ્ધમાં હતો. ઝાઈરાના મુંબઈ આવવાના અને બોલીવુડમાં કામ કરવાની વાતને તેના પરિવારે માન્ય રાખી નહોતી.

4

પણ તેના એક આંટી અને શાળાના આચાર્યએ તેની મદદ કરી. તે બંનેએ ઝાયરાના માતા-પિતાને સમજાવ્યા અને મનાવ્યા. જે પછી ઝાઈરાને મુંબઈ આવીને ફિલ્મોમાં કામ કરવાની પરવાનગી મળી.

5

ઝાયરાએ કેટલીક ટીવી એડ્સમાં પણ કામ કર્યુ હતું. ટાટા સ્કાય અને નોકીયા-લુમિઆ જેવી બ્રાંડ્ઝ છે. ઝાઈરાએ 19,000 છોકરીઓને પાછળ છોડીને દંગલનો રોલ મેળવ્યો હતો.

6

ઝાયરાએ આ રોલ માટે ખૂબ મહેનત કરી હતી ને સ્ટ્રેંથ ડેવલપ કરવા માટે સ્વિમિંગ પણ શીખ્યું હતું. ટ્રેનિંગ દરમિયાન તેને ઈજા પણ થઈ હતી.

7

જો કે આ રોલ માટે પોતાના વાળ કપાવી નાખ્યા બાદ ઝાયરા થોડી દુખી હતી.

8

ઝાયરાનો જન્મ 23 ઓક્ટોબર, 2000માં કશ્મીરમાં થયો છે. તે શ્રીનગરની એક મિશનરી સ્કૂલમાં 10માં ધોરણમાં ભણે છે.

9

ઉલ્લેખનીય છે કે આ વર્ષએ ઝાયરાની બીજી એક ફિલ્મ આવી રહી છે. આમિર ખાનની ‘સિક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મ એક મ્યુઝિક ડ્રામા છે જેમાં ઝાઈરા અને મહેર વિજ છે. આ ફિલ્મ 4થી ઓગસ્ટ, 2017ના રોજ રીલિઝ થશે.

10

એક્ટિંગ કરિયર વિષે પૂછતા ઝાયરાએ કહ્યું કે, જેમ કામ મળતુ જશે તેમ કરતી જઈશ. જો બીજી ફિલ્મની ઓફર આવે અને જો તે મારા ભણતર પર અસર નહિ કરે તો ચોક્કસ કરીશ.

11

‘દંગલ’ ફિલ્મમાં ગીતા ફોગટના બાળપણનો રોલ કરનારી ઝાયરા વસીમ સ્ટાર બની ગઈ છે. લોકોએ તેના અભિનયને પસંદ કર્યો છે. પણ છેલ્લા થોડા દિવસથી તે વિવાદમાં છે.

  • હોમ
  • મનોરંજન
  • આવી છે ઝાયરાની કશ્મીરથી બોલીવુડ સુધીની સફર, પરિવાર હતો એક્ટિંગની વિરૂદ્ધ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.