શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ બોની કપૂર અને પુત્રીઓને સાંત્વના પાઠવા કયા કલાકાર પહોંચ્યાં, જાણો વિગત

મુંબઈ: 54 વર્ષની ઉંમરમાં અચાનક બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું હતું જેના કારણે આખું બોલિવૂડમાં શોક જોવા મળ્યો છે. શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ પણ બોલિવૂડ એક્ટર અને અભિનેત્રીઓ તેના પરિવારજનોને મળવા પહોંચી હતી.
શ્રીદેવીના નિધનથી લઈને તેના અંતિમ સંસ્કાર સુધી આમિર ખાન શૂટિંગમાં વ્યસ્ત હતો જેના કારણે આમિર ખાન શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં જઈ શક્યો નહતો.
ત્યાર બાદ જુહી ચાવલા પણ શ્રીદેવીના પરિવારને મળવા પહોંચી હતી. તેણે એક-એક કરીને ઘણાં ટ્વિટ સોશિયલ મીડિયામાં કર્યા હતાં.
આમિર ખાન પણ આ દરમિયાન બહુ જ ભાવુક જોવા મળ્યો હતો. જુહી ચાવલાએ સોશિયલ મીડિયા પર શ્રીદેવી સાથે જોડાયેલ યાદોને તાજા કરતા કહ્યું હતું કે, તેણે પણ પોતાની પુત્રીનું નામ શ્રીદેવીની પુત્રીની જેમ જહાન્વી રાખ્યું હતું.
શ્રીદેવીએ દુબઈમાં પોતાના ભાણેજ મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા માટે પહોંચી હતી.
આમિર ખાન પણ શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ તેના ઘરે પહોંચ્યો હતો અને પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.