55 વર્ષના આ એક્ટરે 20 વર્ષની દીકરીના માં સાથે કરી સગાઈ, 18 વર્ષથી હતું અફેર
નવી દિલ્હીઃ ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’માં આમિર ખાનના મોટા ભાઈની ભૂમિકા ભજવનાર એક્ટર માસિક સિંહે પ્રોડ્યૂસર સાથે સગાઈ કરી લીધી છે. 55 વર્ષના મામિકે જે પ્રોડ્યૂસર સાથે સગાઈ કરી છે તેનું નામ મીનાક્ષી સાગર છે, જે રામાનંદ સાગરની પૌત્રી થાય છે. જણાવીએ કે બન્ને એક બીજા સાથે 18 વર્ષથી ડેટ કરી રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીનાક્ષી સાગર રામાનંદ સાગરની પૌત્રી છે. જેની 20 વર્ષની દીકરી સાક્ષી ચોપડા પણ છે. નોંધનીય છે કે સાક્ષી ચોપરા પોતાની ગ્લેમરસ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
હોળીના દિવસે જ નજીકના સંબંધીઓ અને ફ્રેન્ડ્સની હાજરીમાં આ બન્નેએ સગાઈ કરી હતી. નોંધનીય છે કે મામિક અને મીનાક્ષી બન્ને 18 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.
મીનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીર અને વીડિયો શૅર કર્યા છે. મીનાક્ષી એક ટીવી પ્રોડ્યુસર છે અને સિંગલ મધર પણ છે.
મામિક ‘જો જીતા વોહી સિકંદર’ ઉપરાંત ‘ક્યા કહેના’માં પણ જોવા મળ્યો હતો. જોકે, સારી ફિલ્મ્સ કરી હોવા છતાં મામિક બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને ડ્રગ્સની લત લાગી હતી. આ લતમાંથી બહાર આવતાં તેને ખૂબ લાંબો સમય લાગ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -