દીપિકા-રણવીરના લગ્નની તારીખ થઈ જાહેર, જાણો વિગત
દીપિકા અને રણવીર રામલીલા, બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં સાથે અભિનય કરી ચુક્યા છે.
મુંબઈઃ બોલીવુડ સ્ટાર દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહે લગ્નની તારીખ જાહેર કરી દીધી છે. દીપિકા પાદૂકોણે ટ્વિટ કરીને જણાવ્યું કે, 14 અને 15 નવેમ્બરના રોજ લગ્નની વિધિ પૂરી કરવામાં આવશે અને આ રીતે બે દિલ એક જીવ થઈ જશે.
લગ્નની જાહેરાત કરતાં દીપિકાએ ટ્વિટ કર્યું કે, અમને જણાવતાં ખુશી થઈ રહી છે કે અમારા પરિવારના આશીર્વાદથી અમારા લગ્ન 14 અને 15 નવેમ્બરના રોજ નક્કી થયા છે.
આ સાથે તેણે ફેન્સનો આભાર માનતા દીપિકાએ લખ્યું, આટલા વર્ષોમાં તમે અમને જે પ્રેમ અને સ્નેહ આપ્યો છે તે માટે અમે તમારા આભારી છીએ. અમારા શરૂ થનારા પ્રેમ, દોસ્તી અને વિશ્વાસની આ સફર માટે તમારા આશીર્વાદની કામના કરીએ છીએ.
બંનેના લગ્નની વાતો ઘણા સમયથી થતી હતી પરંતુ બંને સ્ટાર્સ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નહોતી.