દીપિકા-રણવીરના લગ્નનું રિસેપ્શન મુંબઈમાં યોજાશે, જાણો કઈ જગ્યાએ અને કઈ તારીખે થયું છે આયોજન
મુંબઈઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન 14 અને 15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમમાં યોજાશે. લગ્ન માટે દીપિકા અને રણવીરનો પરિવાર ત્યાં પહોંચી ચુક્યો છે.
દીપિકા-રણવીરના રિસેપ્શનમાં બોલિવુડ સહિત રાજકારણ, રમતગમતની અનેક સેલિબ્રિટી સામેલ થશે.
એવા પણ અહેવાલ છે કે પ્રિયંકા ચોપરાના 1 ડિસેમ્બરના રોજ લગ્ન છે. પ્રિયંકા રણવીરની ઘણી નજીક છે. તેથી બંને આ લગ્નમાં સામેલ થાય તેમ ઈચ્છે છે. તેથી રણવીર અને દીપિકાએ રિસેપ્શનની તારીખમાં ફેરફાર કર્યો હોવાનું કહેવાય છે.
લેક કોમોની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેના પરથી લગ્નની તૈયારીઓ અંતિમ તબક્કામાં હોવાનું જણાઈ આવે છે.
પહેલા એવા અહેવાલ હતા કે દીપિકા અને રણવીર મુંબઈ પરત ફરીને 1 ડિસેમ્બરના રોજ નજીકના મિત્રોને રિસેપ્શન પાર્ટી આપશે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર બંનેનું રિસેપ્શન કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. જેમાં રિસેપ્શનની તારીખ 1 ડિસેમ્બર નહીં 28 નવેમ્બર છે. મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં આ સમારંભ યોજાશે. કાર્ડ પર રણવીર અને દીપિકાના પરિવારજનોના નામ છે.