રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના આજે લગ્ન, ઈટાલીના લેક કોમોમાં લેશે સાત ફેરા
મુંબઈઃ દીપિકા પદુકોણ અને રણવીર સિંહ આજે લગ્નના બંધનમાં બંધાશે. બંનેએ લગ્ન માટે ઈટાલીના ખૂબસુરત લેક કોમોની પસંદગી કરી છે. આજે લગ્ન દક્ષિણ ભારતીય રીતરિવાજ મુજબ થશે. જ્યારે 15 નવેમ્બરે પંજાબી વિધિથી આનંદ કારજની વિધિ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બંનેની ગઈકાલે પારંપરિક કોંકણી રીત રિવાજથી સગાઈ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્ન બાદ 28 નવેમ્બરે મુંબઈમાં ફેમિલી અને મિત્રો માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 1 ડિસેમ્બરના રોજ ઈન્ડસ્ટ્રીના લોકો માટે પાર્ટી રાખવામાં આવી છે.
તેમના લગ્નના સંગીત અને મહેંદીની રસમ ગઈકાલે થઇ હતી. તેવામાં આ યુગલે પોતાના લગ્નના પાંચ દિવસ માટે એક વીમો ઊતરાવ્યો છે. આ દરમિયાન જો કાંઇ માઠુ થાય તો વીમા કંપની ભરપાઇ કરશે. સરકારી વીમા કંપનીએ આ વીમો ઊતરાવ્યો છે. પરંતુ તેની પ્રીમિયમની રકમ જાણવા મળી નથી. કપનીએ આ પોલીસી રણવીર સિંહના નામે ઇશ્યુ કરી છે.
જેમાં કપલે એક બીજાને રિંગ પહેરાવી હતી. ત્યાં હાજર તમામ લોકો માટે આ ઈમોશનલ મોમેન્ટ હતી. રણવીરની સ્ટાઇલિસ્ટ નિતાશા ગૌરવે ટ્વિટ કરીને લખ્યું કે, કોઈ તસવીર નહોતી પરંતુ બંનેને સાથે જોવા શાનદાર અનુભવ હતો. મારા આંસુ રોકી શકતી નથી પરંતુ આ ખુશીના આંસુ છે.
દીપિકા-રણવીરની સંગીત સેરેમનીમાં સિંગર હર્ષદીપ કૌર પોતાના મધુર કંઠથી મહેફિલને રંગીન બનાવી હતી. જ્યારે તેની સાથે સંગીતકાર સુજોય દાશ, બોબી પાઠક અને ફિરોઝ ખાન હતા. હર્ષદીપે ફોટો પોસ્ટ કરીને કહ્યું કે, What a beautiful day. પ્રાઇવેટ વેડિંગના કારણે દીપવીરના ફેન્સને લગ્ન સાથે સંકળાયેલા કોઈ અહેવાલ મળતા નથી. આ સંજોગોમાં હર્ષદીપનું આ કેપ્શન ઘણું કહી જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -