વારયલ થયું હિંદીમાં છપાયેલ દીપિકા-રણવીરના ‘લગ્નનું કાર્ડ’, જુઓ લુક
લગ્નના કાર્ડમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે દીપિકા અને રણવીર લગ્ન ક્યાં કરશે. જોકે આશા છે કે બન્ને સ્ટાર્સ વિદેશમાં દેશી અંદાજમાં લગ્ન કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવીએ કે, આ પહેલા અનુષ્કમા શર્મા અને સોન કપૂરના લગ્ન સૌથી વધારે ચર્ચામાં રહ્યા હતા. પરંતુ આ બન્નેના લગ્નના કાર્ડ અંગ્રેજી ભાષામાં છપાયા હતા. જોકે દીપિકાના એકાઉન્ટથી શેર કરવામાં આવેલ સ્પેશિયલ કાર્ડમાં હિન્દી ભાષાને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ વાતે ફેન્સનું દિલ જીતું લીધું છે.
નવી દિલ્હીઃ રણવીર સિંહ-દીપિકા પાદુકોણના લગ્નની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આ ઈન્તજાર ખત્મ થઈ ગયો છે. બન્ને સ્ટાર્સ 14 નવેમ્બર અને 15 નવેમ્બરના રોજ લગ્ન કરશે. આ તારીખની દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. દીપિકા પાદુકોણે ઇન્સ્ટાગ્રામ પર એક સ્પેશિયલ કાર્ડ શેર કર્યું છે.
દીપિકા અને રણવીરના સત્તાવાર એકાઉન્ટથી જારી લગ્નના સ્પેશિયલ કાર્ડ સામે આવતા જ વાયરલ થઈ ગયા છે. આ કાર્ડ એક કલાકમાં જ અંદાજે 9 લાખ લોકોએ લાઈક કર્યા છે.
આ ખાસ કાર્ડ વાયરલ થવાનું કારણ એ છે કે તેને હિન્દી ભાષામાં જારી કરવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે, અમે તમને જણાવતા ખૂબ જ ખુશ છીે કે અમારા પરિવારના આશીર્વાદથી અમારા લગ્ન 14-15 નવેમ્બરે નક્કી થયા છે. ખૂબ જ પ્રેમ, દીપિકા અને રણવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -