બે દિવસ સુધી ચાલશે દીપિકા-રણવીરના લગ્ન, વેન્યૂને લઈ સસ્પેન્સ
દીપિકા અને રણવીરનો લગ્ન સમારંભ 14 નવેમ્બર અને 15 નવેમ્બર એમ બે દિવસ સુધી ચાલશે. પરંતુ કાર્ડમાં એક વાતને લઈ સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું છે. કાર્ડમાં લગ્નનું સ્થળ જણાવવામાં આવ્યું નથી. ઘણા લાંબા સમયથી બંનેના લગ્ન વેન્યૂને લઈ અટકળો થઈ રહી હતી. હવે ફેન્સ બંનેના લગ્નના વેન્યૂના સ્થળની રાહ જોઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલીવુડના ચર્ચિત કપલ દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહના લગ્નની તારીખ જાહેર થઈ ગઈ છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર સ્પેશિયલ કાર્ડ શેર કરીને લગ્નની તારીખ જણાવી છે.
દીપિકા અને રણવીર રામલીલા, બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં સાથે અભિનય કરી ચુક્યા છે.
આ સાથે તેણે ફેન્સનો આભાર માનતા દીપિકાએ લખ્યું, આટલા વર્ષોમાં તમે અમને જે પ્રેમ અને સ્નેહ આપ્યો છે તે માટે અમે તમારા આભારી છીએ. અમારા શરૂ થનારા પ્રેમ, દોસ્તી અને વિશ્વાસની આ સફર માટે તમારા આશીર્વાદની કામના કરીએ છીએ.
બંને સ્ટાર્સ એક પ્રાઇવેટ સેરેમનીમાં ઈટાલીમાં સાત ફેરા ફરશે તેવી અટકળો છે. આ ડ્રીમ વેડિંગમાં માત્ર 30 મહેમાનોને જ બોલાવવામાં આવશે તેવા પણ અહેવાલ આવ્યા હતા. રિપોર્ટ્સ મુજબ મેરેજમાં મહેમાનોને ફોન પણ નહીં લઈ જવા દેવામાં આવે.
બંનેના લગ્નની વાતો ઘણા સમયથી થતી હતી પરંતુ બંને સ્ટાર્સ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નહોતી.
દીપિકા અને રણવીરે તેના ફેન્સને કરેલો વાયદો નિભાવ્યો છે. તેમણે થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, લગ્ન અંગે જેવું કંઈ નક્કી થશે કે મીડિયા અને ફેન્સને અમે ખુદ માહિતી આપીશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -