દીપિકા-રણવીરના લગ્નમાં આ રીતે થઇ નંદી પૂજાથી આનંદ કારજ વિધી, અહીં જુઓ વેડિંગ આલ્બમ
દીપવીરના ડ્રીમ વેડિંગમાં સિલેક્ટેડ 30 થી 40 ગેસ્ટ જ સામેલ થયા હતા. મંડપ પાસે મહેમાનો ઉભા રહ્યાં હતા.
ફોટામાં એક્ટ્રેસ ઉજ્જલા પાદુકોણ સિલ્ક સાડીમાં દેખાઇ.
કોંકણી રીત રિવાજમાં લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ. રણવીર વ્હાઇટ કલરની શેરવાણીમાં દેખાયો.
મુંબઇથી ઇટાલી રવાના થતા દીપિકા-રણવીર, બન્ને વ્હાઇટ કલરના આઉટફીટમાં દેખાયા હતા.
રણવીર અને શન્નો શર્મા હગ કરતા હતા.
ઇટાલીમાં લગ્ન પહેલા રણવીરના ઘરે પીઢીની વિધી, આ દરમિયાન બાલ્કનીમાં દેખાયો રણવીર.
નંદી પૂજાની તસવીરોને દીપિકાના સ્ટાઇલિસ્ટ શલીના નતાનીએ શેર કરતાં લખ્યું કે, તમને સૌથી વધુ પ્રેમ, આ બધાની શરૂઆત માટે રાહ નથી જોઇ શકતી. તમે દુનિયામાં સૌથી વધુ ખુશીઓના હકદાર છો.
પૂજામાં બેસેલી દીપિકા પાદુકોણ, એક્ટ્રેસના આઉટફીટને ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઇન કર્યુ હતું.
તસવીરમાં હેવી લૉન્ગ ઇયરિંગ્સ દીપિકાના ઓરેન્જ આઉટફિટને કૉમ્પલિમેન્ટ કરી રહ્યાં હતા, દીપિકા આ દરમિયાન ખુબ ખુશ હતી.
લગ્નની વિધીની શરૂઆત સૌથી પહેલા બેગ્લુંરુમાં દીપિકાના ઘરે નંદી પૂજાથી થઇ, અહીં દીપિકાએ ઓરેન્જ કલરનો સૂટ પહેર્યો હતો. આમાં પરિવારે ખુબ જ નજીકના લોકોને જ બોલાવ્યા હતા. ફોટામાં પેરેન્ટ્સની સાથે દીપિકા, પુરોહિત પૂજાની વિધી કરી રહી છે.
નવી દિલ્હીઃ ઇટાલીમાં 14-15 નવેમ્બરે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન થઇ ગયા, આ વર્ષનું સૌથી ચર્ચિત લગ્ન બની ગયુ. બન્નેના ગ્રાન્ડ વેડિંગ પર કરોડો ફેન્સ અને બૉલીવુડની નજર ટકેલી હતી. બન્નેના લગ્ન કોંકણી અને સિંધી રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા. ઇટાલીમાં ડેસ્ટિનેશન વેડિંગ બાદ બેગ્લુંરુ અને મુંબઇમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપશે. અહીં લગ્નની વાયરલ થયેલી કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.