મુંબઈમાં પોતાના ભવ્ય રિસેપ્શનમાં રોયલ લૂકમાં પહોંચ્યા દીપિકા-રણવીર, જુઓ તસવીરો
મુંબઈ: દીપિકા પાદુકોણ અને રણવિર સિંહનું મુંબઈમાં આજે બીજું વેડિંગ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ રિસેપ્શનના દીપિકા અને રણવીર ગોલ્ડન અને ક્રીમ આઉટફિટમાં રોયલ અંદાજમાં જોવા મળ્યા હતા. આ રિસેપ્શન હોટલ ગ્રાન્ડ હયાતમાં રાખવામાં આવ્યું છે.
પોઝ આપતી વખતે ફોટોગ્રાફર્સના કેમેરા તરફ નહીં જોતાં ફોટોગ્રાફ્સે દીપિકાને જોર જોરથી ભાભી-ભાભી કહીને બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું જેને લઈને આ કપલ ખડખડાટ હસવા લાગ્યું હતું.
જણાવી દઈએ કે દીપિકા-રણવીરે 14-15 નવેમ્બરે કોંકણી અને સિંધી રીતિ રિવાજોથી ઇટાલીમાં લગ્ન કર્યા હતા.
આ દરમિયાન તસવીરો ક્લિક કરાવતી વખતે દીપિકા અને રણવીર અચાનક જ કોઈ વાતને કારણ ખડખડાટ હસવા લાગ્યા હતા.
દીપિકા અને રણવીર બન્નેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોતાના ફેન્સ સાથે પોતાને આજનો રિસેપ્શનના પહોંચતા પહેલા ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. રણવીર અને દીપિકાએ અબુજાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યા હતા.
આ પહેલા દીપિકા રણવીરે પરિવાર અને કેટલાક નજીકના સંબધીઓ માટે બેંગલુરમાં 21 નવેમ્બરે રિસેપ્શનનું આયોજન કર્યું હતું.