પ્રિયંકાના ઘરે સૂટ સલવારમાં પહોંચી હોલિવૂડ એક્ટ્રેસ સોફી ટર્નર, દેસી અવતાર જોઈએ ફેન્સ થયા ક્રેઝી, જુઓ તસવીરો
સોફી ટર્નર હૉલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. તેને HBOની સીરીઝ ‘ગેમ ઓફ થ્રોન્સ’ થી ઘણી લોકપ્રિયતા મળી છે. આ સીરિઝમાં સોફીએ સાંસા સ્ટાર્કની ભૂમિકા ભજવી હતી.
સોફી ટર્નર 22 વર્ષની છે અને તે 2016 થી નીક જોનાસને ડેટ કરી રહી છે. સોફી અને જો જોનાસે ગત વર્ષે સગાઈ કરી હતી.
હમેશા પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજના કારણે ચર્ચામાં રહેતી હૉલિવૂડ સ્ટાર સોફી ટર્નર બુધવારે પ્રિયંકા ચોપડાના ઘરે દેસી અવતારમાં પહોંચી હતી. સોફી દેસી લુકમાં ખૂબસૂરત લાગી રહી હતી. લાલ અને પીળા કલરના સૂટ સલવારમાં સોફી પતિ જો જોનાસ સાથે પ્રિયંકાના ઘરે પહોંચી હતી.
સોફી અને જો જોનાસ
મુંબઇ: દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની રસમ શરૂ થઇ ગઇ છે. ત્યારે લગ્નમાં સામેલ થવા માટે નિક જોનાસનો ભાઈ જો -જોનાસ તેની પત્ની સોફી ટર્નર સાથે મુંબઈ પહોંચ્યા છે. દેશી ગર્લ પોતાને દેસી સ્વેગથી ચર્ચા જગાવતી રહે છે પરંતુ આજકાલ તેણે જોનાસ ફેમિલીને દેસી બનાવી દીધી છે.
આમ તો સોફી ટર્નર પ્રિયંકાની જેઠાણી છે પરંતુ બન્ને વચ્ચે 14 વર્ષનો અંતર છે. જો કે આ અંતર બન્ને સાથે હોય ત્યારે નજર નથી આવતો. સોફી સાથે પ્રિયંકાની સારી બોન્ડિંગ પણ છે.
આ અવસર પર પ્રિયંકા સલવાર સૂટમાં નજર આવી જ્યારે નિક જોનાસ શેરવાનીમા નજર આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા-નિકના લગ્નની રસમ આજથી શરૂ થઈ ગઈ છે જે 2 ડિસેમ્બર સુધી ચાલશે. તેના બાદ 4 ડિસેમ્બરે દિલ્હીમાં રિસેપ્શન આપશે.
સોફી ટર્નરનો આ લૂક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ રહી છે.