રણવીર સાથેનાં લગ્ન અંગે પૂછાંતા દીપીકાએ શું આપ્યો જવાબ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે દીપિકાએ પોતાના ડેસ્ટીનેશન વેડિંગની ચર્ચાઓ પર મૌન તોડ્યુ છે. દીપિકાએ મૌન તોડવા છતાં તેમના લગ્ન વિશે હજી કોઇ ખાસ જાણકારી આપી નથી. તાજેતરમાં જ તેને જ્યારે પુછવામાં આવ્યું હતું કે પોતાના લગ્ન વિશે કોઇ નાની એવી વાત તો કહી દે, આના જવાબમાં દીપિકાએ સ્પષ્ટ કહી દીધુ,”હું લગ્ન વિશે કંઇ નઇ બોલું”.
એવું પણ સાંભળવામાં આવ્યું છે કે આ લગ્નમાં બંને પરિવાર વાળા અને નજીકના મિત્રો જ હશે. બંનેના પ્રફેશન વિશે વાત કરીએ તો દિપીકા અત્યારે કોઈ ફિલ્મ નથી કરી રહી. ત્યાંજ, રણવીર સિંહ રોહિત શેટ્ટીની ‘સિંબા’ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ પુરું કરશે, જે 28 ડિસેમ્બરે રિલીઝ થશે.
મુંબઇઃ બૉલીવુડની હૉટ જોડીઓમાની એક દીપિકા અને રણવીર ફરીથી પોતાના લગ્નને લઇને ચર્ચામાં આવ્યા છે. આ વખતે દીપિકાએ પોતાના લગ્ન વિશે જ્યારે સવાલ પુછવામાં આવ્યો ત્યારે ગોળગોળ જવાબ આપી મૌન તોડ્યુ હતું. સોશિયલ મીડિયામાં એમના અફેરની ચર્ચાઓ થવા છતાં પણ આ બંનેએ ક્યારેય પણ પોતાના સંબંધોને ન નકાર્યા છે કે ન સ્વીકાર્યા છે.
દીપિકા અને રણવીર ડાયરેક્ટર સંજય લીલા ભણસાણીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’ના સેટ પર મળ્યા હતા. એના પછી આ યુગલ બોલીવુડના બેસ્ટ ઓન સ્કીન યુગલોમાંથી એક બની ગયું છે. હમણાના અહેવાલો પ્રમાણે એવો દાવો કરવામાં આવે છે કે આ યુગલ ઈટલીના કોમો લેક પર ડેસ્ટીનેશન વેડિંગ કરવાના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -