આ હોટ એક્ટ્રેસે પોતાના બોયફ્રેન્ડને બે વાર અલગ અલગ એક્ટ્રેસ સાથે રંગરેલિયાં મનાવતો ઝડપ્યો ને પછી..........
આ વાતો તરફ મેં ધ્યાન ના આપ્યું પણ એક વખત મેં તેને અન્ય એક્ટ્રેસ સાથે રંગરેલિયાં માનવતાં રંગે હાથ પકડયો હતો. એ પછી હું ભાંગી પડી હતી. એ વખતે મેં મારી લાગણીઓને બાજુ પર રાખીને પ્રેકટિકલ નિર્ણય લઇને તેનાથી અલગ થવાનો નિર્ણય લઇ લીધો.
દીપિકાએ આ અંગે પહેલી વાર મોં ખોલ્યું છે અને કહ્યું છે કે, આ બ્રેક-અપ થતાં પોતે માનસિક રીતે ભાંગી પડી હતી અને તેમાંથી તેને બહાર આવતાં બહુ વાર લાગી હતી. દીપિકાએ કહ્યું હતું કે, રણબીર મારી સાથે દગો કરી રહ્યો હતો. લોકોએ પણ આ બાબતે મારું ધ્યાન ખેંચ્યું હતું કે તે તારી સાથે દગો કરી રહ્યો છે.
મુંબઇઃ બોલીવુડની હોટ એક્ટ્રેસ દીપિકા પદુકોણેએ રણબીર સાથે પોતાને કેમ બ્રેક-અપ થયેલું તે વિશે પહેલી વાર ખુલાસો કર્યો છે. હાલમાં દીપિકાને રણવીર સિંહ સાથે અફેર છે. રણવીર પહેલાં દીપિકા રણબીર કપૂરના પ્રેમમાં હતી પણ તેમના સંબંધોનો અંત બહુ જલદી જ આવી ગયો હતો.
આ ઘટના પછી મને લાગ્યું કે, મારી સાથે દગો કરવાની તેને આદત છે. એની સાથે સંબંધ તૂટયા પછી રડી-રડીને હું બેહાલ થઇ ગઇ હતી. જો કે સમયની સાથે ધીરે ધીરે બધું બદલાતું ગયું અને હું મારા અંગત તેમજ કારકિર્દીમાં આગળ વધતી ગઇ. હાલ દીપિકા રણવીર સિંહ સાથે પ્રેમમાં છે ને જલદી જ લગ્ન કરે તેવી શક્યતા છે.
દીપિકાના કહેવા પ્રમાણે એ વખતે રણબીરે તેની માફી માગી હતી અને તેણે અમારા સંબંધને બચાવવા રીતસરની ભીખ માંગી હતી. મેં તેને એક તક પણ આપી, પરંતુ તેણે ફરી મારો ભરોસો તોડયો હતો. મેં તેને ફરી બીજી એક્ટ્રેસ સાથે રંગરેલિયાં મનાવતાં પકડ્યો હતો.