ઈમરાન ખાન બનશે પાકિસ્તાનના PM, જાણો ક્રિકેટરથી રાજનેતા બનવા સુધીની સફર
ઇસ્લામાબાદઃ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનનું પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવાનું નક્કી છે. વલણોમાં ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ સૌથી આગળ ચાલી રહી છે. ઈમરાને વર્ષ 1996માં તહરીક-એ-ઇંસાફ પાર્ટી સ્થાપના કરી હતી. 65 વર્ષીય ઈમરાન ખાન પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર છે. ઈમરાન ગત ચૂંટણી બાદ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૂ કર્યું હતું, જેના કારણે નવાજે પીએમની ખુરશી ગુમાવવી પડી હતી. ઈમરાનને સેનાનું સમર્થન પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈમરાન ખાન પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચુક્યો છે. 1992માં ઈમરાનની કેપ્ટનશિપમાં પાકિસ્તાને પ્રથમ વખત વિશ્વ કપ જીત્યો હતો. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ઈમરાન ખાન તેનો મોટાભાગનો સમય સામાજિક કાર્યોમાં આપતો હતો. કેન્સરથી માતાના મોત બાદ ઈમરાને પાકિસ્તાનમાં મોટી કેન્સર હોસ્પિટલ બનાવી હતી.
ઈમરાન ખાન ત્રણ લગ્ન કરી ચુક્યો છે. ઈમરાને પ્રથમ લગ્ન 1995માં બ્રિટિશ નાગરિક જેમિમા ગોલ્ડસ્મિથ સાથે કરી હતી. વર્ષ 2004માં જેમિમા સાથે છુટાછેડા લઈ લીધા હતા. જે બાદ ઈમરાને વર્ષ 2015માં ટીવી એન્કર રેહમ ખાન સાથે બીજા લગ્ન કર્યા, પરંતુ 10 મહિનામાં જ આ સંબંધનો અંત આવ્યો. હાલ ઈમરાન ત્રીજી પત્ની બુશરા સાથે રહે છે.
ઈમરાન ખાનનો જન્મ 1952માં લાહોરમાં થયો હતો. તેણે લાહોરની એચિસન કોલેજમાંથી કરી હતી. 1975માં તેણે લંડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યુ હતું. ઈમરાને ફિલોસોફી, પોલિટિકલ સાયન્સ અને ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
1996માં ઇમરાન ખાને પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ પાર્ટીની સ્થાપના કરી હતી. તેણે 2002માં પ્રથમ વખત પંજાબ પ્રાંતના મિયાંવલી સીટથી જીત મેળવી હતી. 65 વર્ષીય ઈમરાન ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યો છે. વર્ષ 2013માં ઈમરાનની પાર્ટીએ પ્રથમ વખત ખૈબર-પખ્તૂનખાં પ્રાંતમાં સરકાર બનાવી હતી. આ વખતની ચૂંટણીમાં ઈમરાને નવા પાકિસ્તાનનો નારો આપ્યો છે. તેણે પાકિસ્તાનની જનતાને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ અપાવવાનો ભરોસો આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -