મુંબઈ: દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક રિલીઝ થયાના બે દિવસમાં જ ઓનલાઈન લીક થઈ ગઈ છે. આ ફિલ્મ 10 જાન્યુરીએ રિલીઝ થઈ હતી. એવામાં ઓનલાઈન પ્લટફોર્મ પર લીક થતા ફિલ્મની કમાણી પર પણ અસર જોવા મળી શકે છે.


રિપોર્ટ પ્રમાણે, કહેવામાં આવી રહ્યું છે કે ઑનલાઈન હેકર્સ તમિલરૉકર્સે આ ફિલ્મને બીજા જ દિવસે લીક કરી દીધી છે. ફિલ્મની HD પ્રિન્ટ લીક થઈ છે. વેબસાઈટ પોતાના યૂઝર્સને એક લિંક ઉપલબ્ધ કરાવી છે. જેના દ્વારા તે છપાકની એચડી પ્રિન્ટ ડાઉનલોડ કરી શકે છે. તમિલરૉકર્સ અગાઉ પણ મોટી મોટી અનેક ફિલ્મો લીક કરી ચુક્યું છે.

ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 4.77 કરોડ રૂપિયાની કમાણી સાથે ઓપનિંગ કરી હતી.

મેઘના ગુલઝારના નિર્દેશમાં બનેલ છપાક એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની સત્ય કહાની પર બનેલ છે. ફિલ્મમાં દીપિકાએ લક્ષ્મીની અને વિક્રાંત મૈસીએ લક્ષ્મીના રિયલ લાઈફ પાર્ટનર અમોલ દીક્ષિતની ભૂમિકા ભજવી છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો બન્ને તરફથી પોઝીટિવ રિવ્યૂઝ મળ્યા.

દીપિકાની ફિલ્મ ‘છપાક’ પર સંકટ, વકીલને ક્રેડિટ નહી આપો તો લાગશે રોક