ન્યૂઝ એજન્સી એએનઆઇએના મતે દિલ્હી હાઇકોર્ટે ‘છપાક’ના મેકર્સને વકીલ અર્પણા ભટ્ટને ક્રેડિટ આપવાનો આદેશ આપ્યો હતો. અર્પણાએ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો કેસ લડ્યો હતો. ક્રેડિટ ન આપવાના કારણે મલ્ટીપ્લેક્સ અને લાઇવ સ્ટ્રીમિંગ પર આ રોક 15 જાન્યુઆરીથી લાગુ થશે જ્યારે અન્ય પ્લેટફોર્મ પર આ રોક 17 જાન્યુઆરીથી લાગુ થશે.
કોર્ટે ફિલ્મના નિર્માતા ફોક્સ સ્ટાર સ્ટૂડિયોની આ અરજી પર આ આદેશ આપ્યો છે.જેમાં એક નીચલી અદાલતના એ આદેશને પડકારવામાં આવ્યો હતો જેમાં કોર્ટે નિર્માતાઓને વકીલ અર્પણા ભટ્ટના યોગદાનને માન્યતા આપવા કહ્યુ હતું. જસ્ટિસ પ્રતિભા એમ સિંહ કહ્યું કે, 15 જાન્યુઆરી સુધી સિનેમાઘરોમાં ચાલી રહેલી ફિલ્મોની સ્લાઇડમાં બદલાવ કરવામાં આવે. નોંધનીય છે કે વકીલ અર્પણા ભટ્ટે પોતાની અરજીમાં કહ્યું હતું કે, તેમણે એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો કેસ વર્ષો સુધી લડ્યો પરંતુ આ ફિલ્મમાં તેમને ક્રેડિટ આપવામાં આવી નથી. અર્પણાનું કહેવું છે કે તેમણે છપાક ફિલ્મની સ્ક્રિપ્ટમાં પણ ખૂબ મદદ કરી હતી.