નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે ડ્રમ ફૂડ્સ ઇન્ટરનેશનલ પ્રા. લિ.માં રોકાણ કર્યું છે. આ કંપની ફ્લેવર્ડ યોગર્ટ બ્રાન્ડ એપીગેમિયાનું ઉત્પાદન કરે છે. સ્ટ્રેટેજીક પાર્ટનર તરીકે દીપિકા આ બ્રાન્ડની જાહેરાત પણ કરશે. કંપનીએ જણાવ્યું કે, આ રોકાણનો ઉપયોગ પ્રોડક્ટના વિસ્તરણ તથા નવા શહેરમાં કારોબાર શરૂ કરવા માટે કરવામાં આવશે.




ફ્લેવર્ડ યોગર્ટ બ્રાન્ડ એપીગેમિયા હાલમાં 10,000 આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે અને કંપનીનું લક્ષ્ય આગામી કેટલાક વર્ષોમાં તેની સંખ્યા વધારીને 50,000 કરવાની છે. એપીગેમિયાના સહ-સંસ્થાપક રોહન મીરચંદાનીએ કહ્યું કે, એપીગેમિયા પરિવારમાં દીપિકાનું સ્વાગત એક ભાગીદર અને એક શેરધારક રીતે કરતા અમે ઘણા ખુશ છીએ. ભારતના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ યુવાનો વચ્ચે દીપિકાની પહોંચ બ્રાન્ડને આગામી સ્તર પર લઈ જવામાં મદદ કરશે.



કંપનીના સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, આ રોકાણ તાજેતરમાં જ સંપન્ન થયેલી સીરિઝ શી ફંડિંગ રાઉન્ડનો વિસ્તાર છે, જેમાં વ4લિનવેસ્ટ, ડેનન મેનીફેસ્ટો વેન્ચર્સ અને ડીએસી કન્ઝુમર પાર્ટનર્સે ભાગ લીધો હતો. 2015માં લોન્ચ કરાયેલું એપીગેમિયા હાલમાં 20 સ્ટોક યૂનિટના રૂપમાં ગ્રીક યોગર્ટ, આર્ટિસનલ દહીં, સ્નેક પેક, મિષ્ઠી દહીં અને સ્મૂદીઝમાં ઉપલબ્ધ છે.



પોતાની નવી ભાગીદારી પર બોલતા દીપિકા પાદુકોણે કહ્યું કે, એપીગેમિયા પરિવાર સાથે જોડાઈને હું ખૂબ જ ખુશ છું. હું માત્ર આ પ્રોડક્ટ જ પસંદ નથી કરતી પરંતુ બ્રાન્ડની ફિલોસોફી સાથે પણ હું જોડાયેલ અનુભવું છું. વિસ્તરણ માટે ટીમ પાસે મોટી યોજના છે અને મને હું તેની સાથે જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.