મુંબઈ: મેઘના ગુલઝારની ફિલ્મ છપાક આશા મુજબ બોક્સ ઓફિસ પર કમાણી ન કરી શકી પરંતુ ફિલ્મે ઘણા લોકોના દિલ જીતી લીધા છે. એસિડ અટેક સર્વાઈવરની જીંદગી પર બનેલી ફિલ્મ ઘણા લોકોને પસંદ પડી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવનારી અભિનેત્રી દીપિકા પાદૂકોણના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. સૌથી વધારે ચર્ચા દીપિકાના મેકઅપન થઈ રહી છે.


એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની ભૂમિકા નિભાવવા માટે દીપિકા પાદૂકોણે પ્રોસ્થેટિકની મદદ પોતાનો આ લુક મેળવ્યો છે. હાલ આ ફિલ્મના મેકિંગનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ દીપિકાના આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.


દીપિકાએ આ વીડિયો શેર કર્યો છે. દીપિકાએ વીડિયો શેર કરતા લખ્યું, 'છપાકનો ચહેરો, તાકતનો ચહેરો, હિમ્મતનો ચહેરો.' આ વીડિયોમાં મેઘના અને દીપિકા જણાવ્યું કે ફિલ્મ કઈ રીતે ભાવનાત્મક રીતે પડકારરૂપ હતી.