રાજકોટ: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર કુલદીપ યાદવે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વનડેમાં બે વિકેટ ઝડપી ભારત માટે જીતના દરવાજા ખોલી દીધાં હતા. આ દરમિયાન કુલદીપે એક મોટી ઉપલબ્ધિ પણ પોતાના નામે કરી લીધી છે. કુલદીપે પોતાનો 100 મો શિકાર એલેક્સને બનાવ્યો હતો. આ સાથે જ તેણે શેન વોર્નને પાછળ પાડી દીધો છે, શેન વોર્ને 60મી વનડેમાં આ ઉપલબ્ધિ મેળવી હતી.


ચાઈનામેન કુલદીપ યાદવે વનડે ઈન્ટરનેશનલમાં પોતાની 100 વિકેટ પૂરી કરી લીધી છે. કુલદીપ ભારત માટે સૌથી ઝડપી 100 વનડે વિકેટ લેનાર ત્રીજો બોલર બની ગયો છે. કુલદીપ યાદવે ઑસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન 38મી ઓવરમાં એલેક્સ કેરીને આઉટ કરીને આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. આ જ ઓવરમાં સ્ટીમ સ્મિથને 98 રન પર બોલ્ડ કર્યો હતો.


કુલદીપે 58 મેચ રમીને વનડે ઈન્ટરનેશનલમાં પોતાની 100 વિકેટ પૂરી કરી છે. આ પહેલા મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહની પૂરી કરી હતી. શમીએ 56 વનડેમાં જ્યારે બુમરાહે 57 વનડે રમીને 100 વિકેટ ઝડપી છે.