ફિલ્મના પ્રોડક્શનમાં તે મધુ મંટેના સાથે હાથ મિલાવવા જઇ રહી છે. આ વાતની જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર શેર કરી છે. ફિલ્મને અનેક પાર્ટ્સમાં બનાવવામાં આવશે. તેનો પહેલો પાર્ટ 2021માં દિવાળી પર રિલીઝ થશે. મહાભારત ફિલ્મ અંગે સત્તાવાર જાહેરાત થતા જ ફેન્સે સોશિયલ મીડિયા પર તેમના રિએક્શન આપવાનું શરૂ કરી દીધું છે અને તેને લઇને ઘણા ઉત્સાહિત છે.
એક યુઝરે લખ્યું, રાજામૌલી અને સંજય લીલા ભણસાલી સિવાય મને નથી લાગતું કે કોઇ આ પીરિયડ ડ્રામા ફિલ્મનું નિર્દેશન કરી શકે. કોઇ પીરિયડ ડ્રામા ફિલ્મ માટે ઘણી રિસર્ચ કરવી પડે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે સત્ય ઘટનાને આજના યુગમાં ઉતારવાની કોશિશ કરો છો.
આ વિશે દીપિકાએ કહ્યું હતું કે ‘દ્રૌપદીનું પાત્ર ભજવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. ખરેખર આવું પાત્ર લાઇફમાં એક જ વાર ભજવવા મળે છે. મહારાષ્ટ્રમાં માઇથોલૉજિકલ સ્ટોરી ઘણી છે અને એ કલ્ચરથી ભરપૂર છે. ‘મહાભારત’માંથી લાઇફના ઘણા લેસન લેવામાં આવે છે, પરંતુ એ દરેક પુરુષના પૉઇન્ટ ઑફ વ્યુથી છે. ‘મહાભારત’ને એક અલગ રીતે રજૂ કરવાથી એ ઇન્ટરેસ્ટિંગ તો બનશે જ સાથે એ એટલું જ મહત્ત્વનું પણ છે.’
આ ફિલ્મને બે અથવા તો એનાથી વધુ પાર્ટમાં બનાવવામાં આવશે. આ ફિલ્મના પહેલા પાર્ટને ૨૦૨૧ની દિવાળી પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને મધુ મન્ટેના પ્રોડ્યુસ કરી રહ્યો છે અને તેની સાથે દીપિકા પણ એને કો-પ્રોડ્યુસ કરશે. ફિલ્મ બિગ બજેટ હોવાથી અન્ય ફિલ્મમેકર્સ સાથે પણ આ ફિલ્મ સાથે જોડાવા માટે ચર્ચા ચાલી રહી છે.
મધુ મંટેનાએ કહ્યું કે, આપણે દરેક લોકોએ મહાભારત ઘણી વખત સાંભળી, જોઇ અને વાંચી છે. પરંતુ જ્યાં સુધી દીપિકાનું મહાભારતનો સવાલ છે તો આ ફિલ્મ પૂર્ણ રીતે દ્રૌપદીના નજરિયાથી થશે. દીપિકા આજે સૌથી મોટી અભિનેત્રી જ નથી. જો તે સાથે ન હોત તો અમે આ ફિલ્મ બનાવી શક્યા ન હોત.