દીપીકા પદુકોણે ક્યા હીરોને ગણાવ્યો ‘બેસ્ટ કિસર’ ? કહ્યુઃ કિસનો આવો અનુભવ બીજા કોઈ સાથે નથી થયો
દીપિકા પદુકોણેના મતે બોલીવુડનો બીજો જ એક અભિનેતા ‘બેસ્ટ કિસર’ છે અને આ અભિનેતા બીજો કોઈ નહીં પણ રણવીર કપૂર છે. હમણાં સોશિયલ મીડિયા પર દીપિકાનો એક વિડિયો વાયરલ થયો છે. જેમાં એણે રણવીર સિંહને 'બેસ્ટ કિસર' લેખાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલીવુડમાં ઈમરાન હાશ્મી ‘બેસ્ટ કિસર’ તરીકે જાણીતો છે અને હાશ્મીએ જેટલી અભિનેત્રી સાથે કિસ સીન આપ્યા છે એટલા કિસ સીન બીજા કોઈએ નથી આપ્યા. બોલીવુડની ઘણી અભિનેત્રી ઈમરાન હાશ્મીને ‘બેસ્ટ કિસર’ તરીકે સ્વીકારી ચૂકી છે પણ દીપિકા પદુકોણે આ વાત નથી સ્વીકારતી.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અવાર નવાર ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. ક્યારેક પોતાના અંગત સંબંધને લઇને તો ક્યારેક ફિલ્મ અને વિચિત્ર ડ્રેસિંગ સેન્સને કારણે તાજેતરમાં ફરી બંને ચર્ચામાં છે. રણવીર અને દીપિકાના પ્રેમ સંબંધ બોલીવૂડમાં જ નહીં પરંતુ સમાજમાં પણ કેન્દ્રબિંદુ બન્યું છે.
તાજેતરમાં બંને સગાઇ કરવાના છે એવી અફવા પણ ઉડી હતી. દીપિકા તાજેતરમાં રણવીરના પરિવાર સાથે સતત જોવા મળે છે અને બંનેની નિકટતાની ચર્ચા સતત ચાલતી રહી છે. એક ટર્ચા એવી પણ છે કે પદ્માવત ફિલ્મને સફળ બનાવવા આ વીડિયો હમણાં વાયરલ કરાયો છે.
આ વીડિયોમાં દીપિકા એવું પણ કહે છે કે, રણવીર સિંહ કિસ કરે છે ત્યારે જે અનુભવ થાય છે તેવો ચુંબનનો અનુભવ એણે અગાઉ ક્યારે નથી લીધો. દીપિકાને અગાઉ રણબીર કપૂર સહિતના અભિનેતાઓ સાથે અફેર રહ્યાં છે ત્યારે આડકતરી રીતે તેણે પોતાના જૂના પ્રેમીઓ પર પણ કટાક્ષ કર્યો છે એવું મનાય છે.
દીપિકા અને રણવીર સિંહે સંજય લીલા ભણશાળીની ગોલિયોં કી રાસલીલા ફિલ્મમાં એકદમ ઈન્ટેન્સ કિસ સીન્સ આપ્યા હતા. એ સિવાય બંને એકબીજાને કિસ કરતાં હોય તેવી તસવીરો પણ પ્રગટ થઈ છે. રણવીરને ‘બેસ્ટ કિસર’ ગણાવતી આ વાત દીપિકાએ એક ચેટ શોમાં કહી હતી. જ્યાં તેણે પોતાની બહેન સાથે હાજરી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -