✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સ્પાઇસ જેટ લાવી ગ્રેટ રિપબ્લિક ડે સેલ, માત્ર 769 રૂપિયામાં કરો હવાઇ મુસાફરી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jan 2018 09:03 AM (IST)
1

સ્પાઇસ જેટના સેલમાં પસંદગીના સ્થાનો પર ઘરેલુ ઉડાન માટે એક તરફનું ભાડું 769 રૂપિયા લાગશે અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે બેસ ફેર 2469 રૂપિયાથી શરૂ થશે.

2

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસના અવસર પર લો કોસ્ટ એરલાઇન સસ્તી હવાઇ ટિકિટની ગિફ્ટ લઇને આવ્યું છે. જે અંતર્ગત માત્ર 769 રૂપિયામાં જ હવાઇ મુસાફરી કરી શકાશે. કંપનીના જણાવ્યા મુજબ આ સેલ 25 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને આ દિવસો દરમિયાન બુક કરાવેલી ટિકિટ પર 12 ડિસેમ્બર 2018 સુધી ટ્રાવેલિંગ કરી શકાશે.

3

સ્પાઇસ જેટના જણાવ્યા મુજબ ભાડું રિફન્ડેબલ છે. વહેલા તે પહેલાના ધોરણે સસ્તી ટિકિટ બુક કરાવી શકાય છે. સેલનો પ્રોમો કોડ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંને પર લાગુ થશે. આ ઓફર કોઈ પણ ગ્રુપ બુકિંગ પર લાગુ નહીં થાય.

4

આ ઓફરનો લાભ દેહરાદૂન-દિલ્હી, દિલ્હી-જયપુર, અગરતલા-ગુવાહાટી, કોયંબટૂર-બેંગલુરુ, કોચ્ચિ-બેંગલુરુ, સિલ્ચર-ગુવાહાટી, દિલ્હી-દેહરાદૂન જેવા રૂટ્સ પર મળી શકશે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ નેટવર્ક પર પણ સસ્તા દરની હવાઇ ટિકિટનો લાભ લઇ શકાય છે.

5

સ્પાઇસ જેટની વેબસાઇટ, મોબાઇલ એપ, ટ્રાવેલ એજન્ટ અને બુકિંગ કંપનીઓ દ્વારા સસ્તા ભાડાની ટિકિટનું બુકિંગ કરાવી શકાય છે. મોબાઇલ એપથી ટિકિટ બુક કરવા માટે REP69 પ્રોમોકોડ નાંખવો પડશે.

6

આ ઉપરાંત એસબીઆઈ ક્રેડિટ કાર્ડધારકોને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે અને તેમને ફ્રી પ્રાયોરિટી ચેક ઇનનો ફાયદો પણ મળી શકશે,

  • હોમ
  • બિઝનેસ
  • સ્પાઇસ જેટ લાવી ગ્રેટ રિપબ્લિક ડે સેલ, માત્ર 769 રૂપિયામાં કરો હવાઇ મુસાફરી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.