લગ્ન બાદ આ છે રણવીર-દીપિકાનો હનીમૂન પ્લાન?
દીપિકા અને રણવીરના લગ્નમાં વેન્યૂમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. લગ્નમાં વેન્યૂ વિલાને લગભગ 8000 સફેદ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. દીપિકા અને રણવીર વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યા હતા.
રણવીર અને દીપિકાના લગ્ન થયા બાદ તેમના હનિમૂન પ્લાનને લઇને ચર્ચાઓ તેજ બની હતી. અગાઉ એવી ચર્ચા હતી કે બંન્ને લગ્ન બાદ હનીમૂન પર જશે નહી પરંતુ એક રિપોર્ટ અનુસાર, બંન્ને પોતાના કામ પર પાછા ફરતા અગાઉ હનીમૂન પર જશે. જોકે, બંન્ને વ્યસ્ત હોવાના કારણે ખૂબ ઓછા દિવસો સુધી હનીમૂન પર જાય તેવી સંભાવના છે.
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન ઇટાલીમાં પૂર્ણ થયા હતા. બુધવારે કોંકણી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન સંપન્ન થયા હતા. ગુરુવારે બંન્નેએ સિંધી રિવાજ પ્રમાણે ફરીવાર લગ્ન કર્યા હતા. નોંધનીય છે કે રણવીર સિંહ જોયા અખ્તરની ગુલી બોય અને રોહિત શેટ્ટીની ફિલ્મ સિંબામાં વ્યસ્ત છે. જ્યારે દીપિકા મેઘના ગુલઝારની એસિડ સરવાઇવર લક્ષ્મી અગ્રવાલ પર બની રહેલી ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે.