નવી દિલ્હીઃ બોલિવૂડની હોટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ લગ્ન કર્યા બાદ હવે પોતાનું જીવન અભિનેતા રણવીર  સિંહ સાથે ખુશખુશાલ રીતે વિતાવી રહી છે. રણવીર સિંહે પહેલા દીપિકા પાદુકોણ અનેક હસ્તિઓને ડેટ કરવાને કારણે ચર્ચામાં રહી છે. તેમાંથી એક નામ અભિનેતા રણબીર કપૂરનું પણ હતું. હજુ પણ કેટલીક ઈવેન્ટટમાં દીપિકાને રણબીરને લઈને સવાલ કરવામાં આવે છે. જેના તે સ્પષ્ટ જવાબ પણ આપે છે.

હાલમાં જ દીપિકા પાદુકોણ મુંબઇના મામી ફિલ્મ ફેસ્ટિવલમાં આવી હતી. તેણે તેમના અંગત જીવન અને ફિલ્મની સફર વિશે વાત કરી. દીપિકાને તેના પતિ રણવીર સિંહ અને તેના કો-સ્ટાર રણબીર કપૂર વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા.

દીપિકા પાદુકોણને પૂછવામાં આવ્યું છે કે આ બંને કલાકારો તેમના પાત્ર અને અભિનય સાથે કેવી રીતે કામ કરે છે? દીપિકાએ આનો જવાબ અલગ રીતે આપ્યો. તેમણે કહ્યું, રણવીર અને રણબીર સ્ક્રીન પર પોતાનું પાત્ર ભજવવાના મામલે એકદમ અલગ છે. જ્યારે રણવીર આખી પ્રક્રિયામાં માને છે, પરંતુ તે તે પાત્રને અંગત જીવનમાં પણ અપનાવે છે. તે લગભગ દરેક જગ્યાએ તેના પાત્ર વિશે વિચારે છે. સેટ પર પણ તે પાત્ર તરીકે શ્રેષ્ઠ વર્તે છે.

જ્યારે રણબીર વિશે પૂછતા દીપિકાએ કહ્યું કે, મેં ક્યારેય રણબીરને વધારે તૈયારી કરતા જોયો નથી. જો કે, જ્યારે તે પોતાનો સીન ભજવે છે ત્યારે તે ખૂબ સારો છે. ખરેખર, રણબીર અને મારી પાત્ર માટેની તૈયારી કરવાની રીત લગભગ એકસરખી છે.