ગાંગુલી અને રવિ શાસ્ત્રીના સંબંધમાં ખટાશ ત્યારે આવી હતી જ્યારે રવિ શાસ્ત્રીને હેડ કોચ માટે યોગ્ય તરીકેથી અરજી ન કરવાને લઈને ગાંગુલીએ ફટકાર લગાવી દીધી હતી. જોકે બંને વચ્ચેની લડાઈ આ પહેલાની પણ છે.
રવિ શાસ્ત્રીએ એક ટીવી શો માં કહ્યું હતું કે મને સમયની શિસ્ત પસંદ છે. હું તેની સાથે સમજુતી કરતો નથી. એક વખત 2007માં બાંગ્લાદેશના પ્રવાસમાં ટીમ ઇન્ડિયાનો મેનેજર હતો. અમે બધા બસમાં બેઠા હતા અને ગાંગુલીએ આવવામાં મોડુ કર્યું હતું. ત્યારે અમે તેને છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારે ગાંગુલીએ તેનો જવાબ આપ્યો હતો કે તમે શાસ્ત્રીનો સવારે ઇન્ટરવ્યૂ કરી શકો નહીં. તમે તેને બ્રેકફાસ્ટ શો પર ના બોલાવતા કારણ કે તેને યાદ રહેતું નથી કે તે શું કહે છે. હું તેને મળીશ તો પુછીશ કે તમે શું કીધું હતું. મને લાગે છે કે આવું ક્યારેય થયું જ ન હતું.
2017માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં તત્કાલિન કોચ અનિલ કુંબલે સાથે કેપ્ટન વિરાટ કોહલીને મતભેદ થયા હતા. જેના કારણે કુંબલેએ રાજીનામું આપ્યું હતું. નવા કોચની પસંદગી કરવા માટે ક્રિકેટ સલાહકાર સમિતિ બનાવી હતી. જેમાં સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ સામેલ હતા. કોહલીએ સમિતિને રવિ શાસ્ત્રીને કોચ બનાવવાની માંગણી કરી હતી. જોકે ગાંગુલી આમ કરવાના પક્ષમાં ન હતો પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત પ્રશાસકોની સમિતિ અને સીએસીના અન્ય સભ્યોને કારણે ગાંગુલીએ પાછળ હટવું પડ્યું હતું.