મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ બોલિવૂડની અનેક મોટી હસ્તીઓના નામ સામે આવ્યા છે. હવે ડ્રગ વિવાદમાં ફસાયેલી એક્ટ્રેસ દીપિકા પાદુકોણને લઈને નવો અને ચોંકવાનારો ખુલાસો થયો છે.
સૂત્રો અનુસાર, જે વ્હોટ્સએપ ગ્રુપ પર ડ્રગ્સની માંગ કરવામાં આવી રહી હતી દીપિકા તે ગ્રુપની એડમિન હતી. આ ગ્રુપમાં જ દીપિકાએ 2017માં ડ્રગ્સની ડિમાન્ડ કરી હતી.
જે ગ્રુપમાં ડ્રગ્સને લઈને વાતચીત થતી હતી વ્હોટ્સએપ ગ્રુપની એડમિન દીપિકા છે, આ વાત સામે આવ્યા બાદ દીપિકા પાદુકોણનું મુશ્કેલી હજુ વધી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર એનસીબીએ દીપિકાને શનિવારે પૂછપરછ માટે બોલાવી છે. જ્યારે આજે(શુક્રવારે) ક્વાન કંપનીની મેનેજર કરિશ્મા અને રકુલપ્રીત સિંહની પૂછપરછ કરશે.
સૂત્રો અનુસાર, એનસીબી દીપીકા પાદુકોણ સાથે આજે પૂછપરછ કરવાની હતી પરંતુ હવે તેને શનિવારે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.
જે ચેટમાં ડ્રગ્સની ડિમાન્ડ કરવામાં આવી હતી તે WhatsApp ગ્રુપની એડમિન હતી દીપિકા પાદુકોણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2020 09:45 PM (IST)
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ બોલિવૂડની અનેક મોટી હસ્તીઓના નામ સામે આવ્યા છે. હવે ડ્રગ વિવાદમાં ફસાયેલી એક્ટ્રેસ દીપિકા પાદુકોણને લઈને નવો અને ચોંકવાનારો ખુલાસો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -