નવી દિલ્હી: એબીપી ન્યૂઝ સી વોટર સર્વેમાં બિહારમાં ફરી એક વખત નીતીશ કુમારની સરકાર બનવાની શક્યતા છે. ચાર વિસ્તારોના પરિણામમાં એનડીએને બમ્પર જીત મળતી જોવા મળી રહી છે.
બિહાર વિધાનસભાની 243 બેઠકોમાં 141થી 161 બેઠકો એનડીએના ખાતામાં જતી જોવા મળી રહી છે. યૂપીએના ખાતામાં 64થી 84 બેઠકો આવી શકે છે અને અન્યના ખાતામાં 13થી લઈને 23 બેઠકો મળવાની શક્યતા છે.
2015માં એનડીએને 30.4% અને યૂપીએને 46.7 % મત મળ્યા હતા પરંતુ 2020માં એનડીએનો વોટ શેર 44.3% જ્યારે યૂપીએનો 34.4 % રહેવાની આશા છે.
મિથિલાંચલની 50 બેઠકોમાંથી એનડીએને 27-31 બેઠકો મળી શકે છે. આ વિસ્તારમાં પણ મહાગઠબંધનને મોટું નુકસાન થાય તેમ જોવા મળી રહ્યું છે.
સીમાંચલની 24 બેઠકોમાંથી એનડીએને 18 બેઠકો મળવાની શક્યતા છે. આ ક્ષેત્રમાં લાલૂ યાદવની પાર્ટી આરજેડીને ખૂબ જ મોટું નુકસાન થવાની શક્યતા છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ ગઈ છે. ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 28 ઓક્ટોબરે 71 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 3 નવેમ્બરે 94 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરે 78 બેઠકો પર મતદાન યોજાશે. 10 નવેમ્બરે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
ABP Opinion Poll: બિહારમાં ફરી એક વખત નીતીશ સરકાર, જાણો કોને મળશે કેટલી બેઠકો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2020 07:38 PM (IST)
બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ ગઈ છે. ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 28 ઓક્ટોબરે 71 બેઠકો પર મતદાન થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -