મુંબઈઃ અભિનેત્રીઓ પોતાની ફેશન અને આગવી સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અબિનેત્રીઓ લક્ઝરી બ્રાન્ડ્સના કપડાં પહેરતી હોય છે તેમાં કોઈ આશ્ચર્ય નથી અને એમાં પણ જો બોલીવુડની ટોચની અભિનેત્રી હોય ત્યારે તેમની તો ખાસ નોંધ લેવાતી હોય છે.
પરંતુ ક્યારેક અભિનેત્રીઓના કપડાં, ચપ્પલ, પર્સ અને અન્ય એસેસરીઝની કિંમત જાણીને અભિનેત્રીઓના ચાહકો આશ્ચર્યમાં મૂકાઈ જતાં હોય છે. ત્યારે હાલમાં જ દીપિકા પાદુકોણે પિન્ક કલરનું એક સ્વેટર પહેરીને એરપોર્ટ પર જોવા મળી હતી. આ સ્વેટરની કિંમત અધધ કહી શકાય તેવી છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી જેની તસવીરો વાયરલ થઈ હતી. તે દરમિયાન દીપિકાએ એકદમ સાદું સ્વેટર પહેર્યું હતું જે ચર્ચામાં રહ્યું હતું. દીપિકા ત્યારે ગ્લેમરસ નહીં પરંતુ એકદમ સાદી રીતે તૈયાર થઈ હતી.
તેણે ડેનિમનું જિન્સ પહેર્યું હતું અને તેની ઉપર પિન્ક કલરનું સ્વેટર પહેર્યું હતું. પરંતુ આ સ્વેટરની કિંમત 76,976 રૂપિયા છે. આ સ્વેટર દીપિકાના શરીર ઘણું મોટું લાગી રહ્યું હતું.
પરંતુ સ્વેટર તેના આ કારણે નહીં પરંતુ કિંમતના કારણે ચર્ચામાં રહ્યું છે. આ સ્વેટર ઈટાલિયન મેડ છે. કોલર ધરાવતા આ સ્વેટરની ડિઝાઈન વી-નેક છે અને લાંબી બાયનું હતું.
દીપિકા પાદુકોણ પિંક સ્વેટર પહેરીને એરપોર્ટ પર જોવા મળી, સ્વેટરની કિંમત જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
22 Dec 2019 09:09 AM (IST)
હાલમાં જ દીપિકા પાદુકોણે પિન્ક કલરનું એક સ્વેટર પહેરીને એરપોર્ટ પર જોવા મળી હતી. આ સ્વેટરની કિંમત અધધ કહી શકાય તેવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -