મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ તેની ફિલ્મ ‘છપાક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. દીપિકા સોશિયલ મીડયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. પોતાની અદ્ભુત એક્ટિંગ અને ગ્લેમરસ અંદાજથી લોકોનું ધ્યાન આકર્ષિત કરનારી અભિનેત્રી દીપિકાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

દીપિકા દ્વારા પોસ્ટ આ વીડિયોમાં તે ક્યૂટ અંદાજમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં દીપિકા એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરના અંદાજમાં આંખ મારતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે ‘છપાક’ ફિલ્મની ડાયરેક્ટર મેઘના ગુલઝાર સાથે વાત કરી રહી છે અને વાત કરતા-કરતા દીપિકા અચાનક અનોખા અંદાજમાં આંખ મારે છે.


દીપિકાએ શૂટિંગના 3-4 વીડિયો પ્રમોશનના ભાગ રૂપે રજૂ કર્યા છે. જેમાં તે મોટાભાગે મેઘના ગુલઝાર સાથે વાતો કરતી નજરે પડે છે. જો કે દીપિકાની આ આંખ મારવાની અદા તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ પ્રિયા પ્રકાશ વારિયરનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો હતો. જેમાં પ્રિયા આંખ મારતી નજરે પડે છે. અને જેની આ આંખ મારવાની અદાના કારણે તે નેશનલ ક્રશ બની ગઇ હતી. જો કે આજ કારણ છે કે દીપિકાએ પણ આંખ મારતી વખતે તેને ટેગ કરી છે.


તમને જણાવી દઇએ કે છપાકનું ટ્રેલર આંતરાષ્ટ્રીય માનવઅધિકાર દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું. છપાક એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના રિયલ લાઇફ સ્ટોરી પર બેઝ છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એસિડ અટેક પછી માલતી પોતાના જીવનમાં ખુશીઓ શોધે છે.