નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને હાલમાં જ મુંબઈમાં આયોજિત સ્ટાઈલ એન્ડ ગ્લેમર એવોર્ડ્સમાં સૌથી ગ્લેમરસ સ્ટારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. પોતાની ખૂબસૂરતી અને દિલ જીતવાની અદાઓ સાથે દીપિકા પહેલા પણ અનેક પુરસ્કાર તેના નામે કરી ચૂકી છે.
દીપિકા માટે વર્ષ 2018 ખૂબ જ સફળ રહ્યું હતું. ફિલ્મ પદમાવતમાં પોતાના અભિનય માટે ચારે બાજુથી પ્રશંસા મેળવનાર દીપિકા મેટ ગાલા અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જેવા આંતરરાષ્ટ્રીય રેડ કાર્પેટ પર ખૂબ જ નામના મેળવી ચૂકી છે. દીપિકા પાદુકોણ વર્ષના અંતે સૌથી શાનદાર લગ્ન કરી વર્ષ 2018માં સૌથી મોટી ન્યૂઝમેકર પણ બની રહી.
તાજેતરમાં દીપિકાએ એશિયાની "સૌથી સેક્સી એશિયાઇ મહિલા" તરીકે પોતાનો ખિતાબ પુન: મેળવ્યો હતો.
વિશ્વમાં 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં આવ્યા પછી, દીપિકા ફોર્બ્સ સેલેબ 100ની યાદીમાં ટોપ 5માં જગ્યા મેળવનાર એક માત્ર મહિલા અભિનેત્રી બની છે. દીપિકા બોક્સ ઓફિસ પર 300 કરોડની કમાઇ કરનાર પહેલી અભિનેત્રીનો ખિતાબ પણ મેળવ્યો છે.