વડોદરાઃ યૂનાઈટેડ અરબ અમીરાત (યૂએઈ)ના શારજાહમાં મંગળવારની મોડી રાત્રે અકસ્માતમાં કારમાં સવાલ મૂળ વડોદરાના દંપતીનું મોત થયું છે. બે બાળક અને અન્ય દંપત્તિ સહિત 6 લોકો ઘાયલ થયા છે. અમેરિકામાં રહેતા પરિવાજન 10 વર્ષ બાદ મળવાને કારણે યૂએઈ ફરવા ગયા હતા અને બુધવારે પરત ફરી રહ્યા હતા તે પહેલા જ અકસ્માતનો ભોગ બન્યા હતા.
મળતી માહિતી પ્રમાણે વડોદરાના મુંજમહુડા વિસ્તારમાં સામ્રાજ્ય-1માં વિનોદભાઇ પટેલ(46 વર્ષ) મૂળ હલોલના વતની હતાં. વિનોદ પટેલ સહિતનો પરિવાર વર્ષ 1999માં વડોદરા સ્થાયી થો હતો. વિનોદભાઇ કરાવરોહમાં ખેતી કરતા હતા. વિનોદ પટેલ અને રોહિણી પટેલનો 21 વર્ષનો પુત્ર બિરુદ લંડનમાં અભ્યાસ કરે છે. વિનોદ અને રોહિણીના પરિવારના સભ્યો લાંબા સમય બાદ અમેરિકાથી આવ્યાં હતાં.
વિનોદ પટેલ, રોહિણી પટેલ, યોગેશ પટેલ, મેઘાન પટેલ, દિપક પટેલ, વૈશાલી પટેલ, ચાર્મી પટેલ અને માનવ પટેલ ગત 8મી 13મી ફેબ્રુઆરી માટે યુએઇની ટુર પર ગયાં હતા. દિપકડ પટેલની કાર લગભગ 10.40 કલાકે અલમદાથી શારજહાંના રોડ ઉપર નાઝવી વિસ્તારમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. વિનોદ પટેલની કાર પલટી જતાં તેમની પત્ની સહિત અન્ય સભ્યોને ઇજાઓ થઇ હતી. ગંભીર ઇજાને પગલે વિનોદ અને રોહિણીનું મોત થયું હતું. માતા-પિતાને અકસ્માત થયો હોવાનું જણાવી બિરુદને પણ યુ.કેથી વડોદરા બોલાવી લેવાયો છે.