જયપુર: મધ્યપ્રદેશ, છત્તસીગઢ અને પોંડિચેરી બાદ રાજસ્થાનમાં પણ દીપિકા પાદૂકોણની ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. બોલીવૂડ અભિનેત્રી દીપિકાની ફિલ્મને રાજસ્થાન સરકારે ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર અને છત્તીસગઢમાં ભૂપેશ બધેલે ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી.


શુક્રવારે રિલીઝ થયેલી દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકએ પ્રથમ દિવસે પાંચ કરોડની કમાણી કરી હોવાનો અંદાજ છે. આ ફિલ્મને માઉથ પબ્લિસિટીનો ઘણો જ ફાયદો મળશે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, છપાકે પ્રથમ દિવસે 5 કરોડ રૂપિયાનું બોક્શ ઓફિસ કલેક્શન મેળવ્યું છે. જ્યારે અહેવાલ અનુસાર પ્રથમ દિવસે છપાકે લગભગ 4-5 કરોડ રૂપિયાના કલેક્શનની આશા રાખી હતી. કહેવાય છે કે, વીકેન્ડમાં છપાકનું કલેક્શન વધી શકે છે.

અભિનેત્રી દીપિકા પાદૂકોણ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી ગઈ હતી જેના કારણે ફિલ્મ વિવાદમાં ઘેરાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકો ફિલ્મના સમર્થનમાં ઉભા છે, જ્યારે કેટલાક લોકો ફિલ્મ ન જોવાની અપીલ કરી રહ્યા છે. હવે કૉંગ્રેસની ત્રણ રાજ્ય સરકાર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢએ ફિલ્મ છપાકને રાજ્યમાં ટેક્સ ફ્રી કરી છે.