ઈટાલીમાં દીપિકા-રણવીરના લગ્નની તૈયારી પૂરજોશમાં, સામે આવી ખાસ તસવીર
રણવીર સિંહ પણ સફેદ રંગના ટ્રેડિશનલ કુર્તામાં નજરે પડ્યો હતો. મેરેજ માટે ઈટાલી જવા રવાના થતા પહેલા એરપોર્ટ પર રણવીરે ફોટોગ્રાફરને પોઝ આપ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકાના મેનેજર કરીશ્મા પ્રકાશે તેના હોટલના રૂમમાંથી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે. જ્યારે દીપિકાના હેર સ્ટાઇલિશ અમિત ઠાકુરે વીડિયો ક્લિપ શેર કરીને તેની જર્ની અંગે વાત કરી છે.
આ અંગે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી છે. જેને ઈટાલીના લેક કોમોની તસવીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તસવીરમાં બેકડ્રોપની પાછળ કેટલાંક લોકો સજાવટ કરતાં નજરે પડી રહ્યા છે. આ દીપિકા-રણવીરના લગ્નનું સ્થળ હોવાનું કેપ્શનમાં લખવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ બોલીવુડની ખૂબસુરત જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરના રોજ લગ્ન કરશે. આ માટે તેઓ ઈટાલી પહોંચી ચુક્યા છે. ઈટાલીના લેક કોમોમાં આ શાહી લગ્ન યોજાશે. હાલ ત્યાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
નવેમ્બરની શરૂઆતમાં દીપિકાના ઘરે નંદી પૂજા અને રણવીરના ઘરે હલ્દી વિધિ થઈ હતી.
મેરેજ માટે ઈટાલી જવા રવાના થતા પહેલા એરપોર્ટ પર દીપિકાએ ફોટોગ્રાફરને પોઝ આપ્યા હતા.આ દરમિયાન બંનેના ચહેરા પરની ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી. દીપિકાએ સફેદ રંગનો આકર્ષક ડ્રેસ પહેર્યો હતો.
દીપિકા-રણવીર 14-15 નવેમ્બરના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ જાણકારી બંનેએ સોશિયલ મીડિયા પર કાર્ડ જાહેર કરીને આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -