'હિટમેન'ની બેટિંગ પર ફિદા થયો ભારતનો પૂર્વ કેપ્ટન, કહ્યું- રોહિત ટેસ્ટમાં રિચર્ડ્સ, સેહવાગ જેવો ખતરનાક બેટ્સમેન બની શકે છે
ગાવસ્કરે લખ્યું છે કે, વિન્ડિઝ સામેની વનડે અને ટી20 સીરિઝમાં રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આવું પહેલા વિરેન્દ્ર સેહવાગ કરતો હતો. એક વખત વિરુનું બેટ ચાલવા લાગે તો તેને રન બનાવતો રોકવો મુશ્કેલ કામ હતું. વિરુને પણ શતક માર્યા બાદ સંતોષ થતો નહોતો. જ્યારે તે કોઈ બોલને મેદાનથી બહાર મોકલવાની કોશિશમાં આઉટ થઈ જતો ત્યારે મેદાનમાં વાતો શરૂ થઈ જતી હતી. રોહિત પણ જ્યારે કોઈ બેદરકારીભર્યો શોટ મારીને આઉટ થઈ જાય છે ત્યારે આવી વાતો ચાલુ થઈ જાય છે.
સુનીલ ગાવસ્કરે એમ પણ કહ્યું કે, સફેદ બોલની જેમ જો રોહિત શર્મા લાલ બોલથી પણ ધમાકેદાર ઈનિંગ રમશે તો વિવ રિચર્ડ્સ અને વિરેન્દ્ર સેહવાગ બાદ તે વિશ્વનો સૌથી ખતરનાક બેટ્સમન કહેવાશે. સચિન, લારા, પોન્ટિંગ જેવા મહાન ખેલાડીઓ પણ હતા જેઓ તેમના દિવસોમાં કોઈપણ વિરોધ બોલિંગ આક્રમણને ધ્વંશ કરી નાંખતા હતા. અનેક મેચમાં તેમણે આમ કરીને બતાવ્યું છે. પરંતુ તેમાંથી કોઈ આ બંને (રિચર્ડ્સ અને સેહવાગ) જેટલા ક્રૂર નહોતા.
લિટલ માસ્ટરે એમ પણ લખ્યું છે કે, તેના આઉટ થયા બાદ પ્રતિક્રિયાની જો સમીક્ષા કરવામાં આવે તો તેની પાછળ અમારો ખુદનો સ્વાર્થ હોય છે. કારણકે અમે તેને સતત બેટિંગ કરતો જોઈને વિરોધી ટીમના છોતરાં કાઢતો જોવા માંગીએ છીએ. તેને સતત બેટિંગ કરતો જોવાની અમારી લાલચ હોય છે અને તેથી જ્યારે તે આઉટ થાય ત્યારે અમે ઘણા નિરાશ થઈએ છીએ.
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન વિવ રિચર્ડ્સ અને ભારતના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવા બાદ હિટમેન રોહિત શર્મા વિશ્વનો સૌથી વિસ્ફોટક બેટ્સમેન બની શકે છે તેમ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે. ગાવસ્કરે તેની એક કોલમમાં લખ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ સામે સીરિઝ એકતરફી રહી પરંતુ રોહિત શર્માનું પ્રદર્શન સૌથી શાનદાર રહ્યું.